Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જસદણના પૂર્વ પ્રમુખ રમાબેનની અનેકક્ષેત્રે પ્રશંસનીય કામગીરી

જસદણ તા.૯: નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણાનું નામ શહેરના અનેક મહિલાઓમાં લેવાઇ રહ્યું છે. રમાબેન સતત લોકોની સેવા માટે તત્પર રહે છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય રહ્યો છે ત્યારે એ યાદ આપવું જરૂરી છે કે તા.૧પ જુલાઇ - ૧૬ થી ર૪ ફેબ્રુઆરી ૧૮ સુધી રમાબેન મકવાણાને રાજકોટ જિલ્લા કલેકટરે તેમની સેવાની નોંધ લઇ નગરપાલિકાના પ્રમુખપદે નિમણુંક આપી હતી.

ત્યારે રમાબેન પોતે મકકમતાપૂર્વક અનેક રોડ રસ્તાના કામો સહિતના વિકાસ  કામો કરી પ્રસંશનીય કામગીરી કરી હતી.

રમાબહેને જસદણને કર્મભૂમિ બનાવી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બહેનોને આર્થિક પગભર કરવા અનેક ધંધા રોજગાર સુચવ્યા હતા લોકોને કાયદાકીય મદદરૂપ બને છે.

(11:45 am IST)