Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જોડીયા હુન્નર ઉદ્યોગ શાળા દ્વારા વિદાય-શુભેચ્છા સમારોહ

જોડીયા : શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા જોડીયા સંચાલિત શ્રીમતી યુ. પી. વી. કન્યા વિદ્યાલય જોડીયા ખાતે ધો. ૧૦ તથા ૧ર ની વિદ્યાર્થીનીઓના દિક્ષાંત તથા વિદાય અને શુભેચ્છા સમારોહનું આયોજન કરાયુ હતું. સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઇ શેઠ, શેઠ પરિવાર, ટ્રસ્ટી અશોકભાઇ વર્મા, સંસ્થાના મંત્રી પ્રેમીલાબેન ગણાત્રા, એકાઉન્ટન્ટ રમણીકભાઇ દાવડા, રાજીવભાઇ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.આચાર્ય પ્રવિણાબેન ફીણવીયાએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું. ધો. ૧૧ ની વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વાગત ગીત ધો. ૯ ની વિદ્યાર્થીની મારૂ હિલોની કેતનભાઇ દ્વારા અને ધો. ૧૦ ની વિદ્યાર્થીની કાત્યાર હનીફા હનીફભાઇ દ્વારા પ્રસંગ અનુરૂપ વકતવ્ય ધો. ૧ર ની વિદ્યાર્થીની દ્વારા 'દિકરી મારા ઘરનો દીવો' ગીત રજૂ કરાયુ હતું. શિક્ષક આર. એ. કટેશીયા દ્વારા પ્રસંગને અનુરૂપ વકતવ્ય ધો. ૧૧ ના વિદ્યાર્થીની ઝાટીયા જલ્પાબેને કાવ્ય પઠન કર્યુ હતું. શિક્ષક એમ. કે. બુમતારીયા દ્વારા જય વસાવડા દ્વારા રજુ થતી કોલમના અમુક મુદાઓ રજૂ કરી પરીક્ષા લક્ષી માહિતી આપી હતી. ટ્રસ્ટી શ્રી ભરતભાઇ શેઠે શુભકાના આપી હતી. જી. એસ. ગોજીયા જીજ્ઞાબેન અરજણભાઇ દ્વારા પોતાની શાળાના અનુભવો ધો. ૧ર ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરાયુ હતું. ધો. ૧ર ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્મૃતિ ચિહન અપાયુ હતું. શિક્ષક એલ. એ. નકુમ દ્વારા ધો. ૧ર ની  તમામ વિદ્યાર્થીની બહેનોને બોલપેન ભેટ સ્વરૂપે અપાઇ હતી. રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ પુર્ણ જાહેર કર્યો હતો. સંચાલ એન. એચ. વિસરીયાએ કર્યુ હતું. (તસ્વીર - અહેવાલ : રમેશ ટાંક-જોડીયા)

(11:45 am IST)
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST