Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મેડીકલ કાઉન્સીલ નાબુદ કરાશે તો સારવારની ગુણવતા પર ફટકો પડશે

ઉપલેટા ઇન્ડીયન મેડીકલ એસો.એ નોંધાવેલ ઉગ્ર વિરોધ

ઉપલેટા તા. ૯ :.. ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો. ધવલ મહેતા અને સેક્રેટરી ડો. મહેન્દ્ર વાળાએ એક નિવેદનમાં ભારે રોષ સાથે જણાવેલ છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલ મેડીકલ કાઉન્સીલને સરકાર નાબુદ કરીને બીન લોકશાહી સરકારી નિયુકતીવાળુ નેશનલ મેડીકલ કમીશન લાવવા સરકાર પ્રયત્નશીલ છે તેનો અમો સખ્ત વિરોધ કરીએ છીએ આનાથી લાંબા ગાળે પ્રજાને ખૂબ જ મોટુ નુકશાન જશે દર્દીઓની સારવાર ખૂબ મોંઘી થશે, મેડીકલી ફીમાં મોટો વધારો થશે, એમબીબીએસના વિદ્યાર્થીઓને એકઝીટ ટેસ્ટ ફરજીયાત આપવી પડશે.

આયુ. હોમીયોપેથીક આર્યુવેદીક યુનાની ડોકટરોને એલોપેથીની પ્રેકટીસ કરવાની છૂટ મળશે તેથી દર્દીની સારવારની ગુણવતા નીચી જશે આવી અનેક બાબતે લોકોને સહન કરવુ પડશે.સુચિત આ સરકારી કમીશનનો અમો સખ્ત વિરોધ કરીએ છીએ અને લોકો પણ અમારા આ આંદોલનમાં સહકારી આપે અને તેઓ પણ વિરોધ કરી સરકારમાં રજૂઆત કરી આ સરકારી બનતુ કમીશન બંધ કરે તેવું જણાવવું જોઇએ તેવું અંતમાં જણાવેલ છે.

(11:45 am IST)