News of Friday, 9th March 2018

ગોંડલના ઉદ્યોગપતિ દ્વારા ગરીબ પરિવારને મકાનની સહાય

 ગોંડલ : ઉનાળાનો બળબળતો તાપ, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસામાં વરસતો વરસાદ ઘણા શ્રીમંતો દ્વારા આવી ઋતુ અનુરૂપ દાન અને સેવા કરવામાં આવતી હોય છે ત્યારે ગોંડલના જીઆઇડીસીમાં રાજ ઇન્ડસ્ટ્રીઝ તરીકે કારખાનું ધરાવતા અને લાયન્સ કલબના પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવતા ગિરધરભાઈ રહ્યાની પરિવાર દ્વારા શહેરના નેશનલ હાઈવે પર સુરેશ્વર ચોકડી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા ત્રણ પરિવારને ૧૨*૧૨ના રૂમ ન ત્રણ મકાનો બનાવી આપી ભેટ અપાતા ગરીબ પરિવારમાં હરખની હેલી ફેલાઇ જવા પામી હતી આ ઘડીએ ગોંડલ હવામહેલ રાજવી પરિવારના જયોતિર્મયસિંહજી, લાયન્સ કલબના ડિસ્ટ્રિકટ ગવર્નર હિતેશભાઈ ગણાત્રા તેમજ ગોંડલ લાયન્સ કલબની ટીમ હાજર રહી હતી અને ગિરધરભાઈ ના આ પ્રયાસની સરાહના કરી હતી. ઝૂંપડપટ્ટીમાં રહેતો ૩ દેવીપુજક પરિવાર પાકું મકાન મેળવી હરખઘેલો બન્યો હતો. (તસ્વીર - અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

(11:44 am IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST

  • સુપર સ્ટાર રજનીકાંત સાથે જોવા મળેલ કૂતરાને ખરીદવા માટે ૨ કરોડ જેટલી જંગી રકમ આપવા ચાહકો તૈયાર access_time 5:54 pm IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST