Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

આપણા શુષ્ક વાતાવરણમાં ઉગી શકતી ઢીંગરી મશરૂમની અનેક પ્રજાતિઓઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ

 જૂનાગઢ : આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસના એક ભાગરૂપે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ મહાવિદ્યાલયના આઠમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને એક્ષ્પેરેન્શીયલ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ વનસ્પતિ રોગશા સ્ત્ર વિભાગ દ્વારા  વિવિધ કૃષિ કચરા પર ઢીંગરી મશરૂમની ખેતી કરી કચરામાંથી પણ કમાણી કઈ રીતે કરવી તે શીખવવામાં આવે છે. મશરૂમમાં પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. સોડીયમ અને પોટેશીયમ જેવા ખનીજ તત્વો, વિટામીન, કાર્બોહાઈડ્રેટ તેમજ એમીનો એસીડ પણ સારા એવા પ્રમાણમાં મળી આવે છે. તેમાય ઔષધીય ગુણો જેવા કે, મશરૂમમાં રહેલ લોવાસ્ટેટીન લોહીમાં જમા થતા બેડ કોલેસ્ટેરોલ (લો ડેન્સીટી લિપોપ્રોટીન) સામે અસરકારક પુરવાર થયેલ છે. આપણા શુષ્ક વાતાવરણમાં ઉગી શકતી ઢીંગરી મશરૂમની અનેક પ્રજાતિઓ માંથી પ્લુરોટસ સજોર કાજુ, પ્લુરોટસ ફલેબેલેટસ, પ્લુરોટસ ઓયસ્ટ્રીયસ, પ્લુરોટસ ફલોરીડા વિગેરેને વિવિધ કૃષિ આડપેદાશ જેવી કે, ઘઉંનું ભૂસું, ડાંગરનું પરાળ, તલ, દિવેલા, કપાસ, જીરું, ધાણા, ચણા, તુવેર, વિગેરેના ભુંસા પર ઉગાડી તેને ખેતરમાં બાળીને વાતાવતરણને પ્રદુષિત કરવાને બદલે તેમાંથી સારી એવી આવક મેળવી શકાય છે આવી મશરૂમ ની બજારમાં રૂ. ૨૫૦ થી ૩૦૦ પ્રતિ કિલો વેચાણ કીમત મળી શકે છે, અને મુશરૂમની કાપણી પછી આવો કચરો સારી ગુણવતા વાળા ખાતરમાં રૂપાંતરિત કરી ખેતરને ફળદ્રુપ બનાવી શકાય છે. હાલમાં આ વિભાગમાં કુલ ૧૮ વિદ્યાર્થીઓ અને પાંચ વિદ્યાર્થીનીઓને તાલીમ આપી પોતાની કારકિર્દીમાં સ્વનિર્ભર થઇ બીજાને પણ રોજગાર આપી શકાય તે હેતુથી શિક્ષા આપાઈ રહેલ છે. આ બાબતે કુલપતિ ડો. એ.આર. પાઠક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્ત્િ।ના નિયામક ડો. પટેલ, સંશોધન નિયામક ડો. વી.પી.ચોવટિયા અને આચાર્ય ડો. સગારકાના માર્ગદર્શન હેઠળ વનસ્પતિ રોગશા સ્ત્ર વિભાગના પ્રો. ઉમેશ વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.(અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:43 am IST)
  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST

  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST