Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વાંકાનેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રેલી

વાંકાનેર : મહિલા દિન નિમિતે પ્રાંત કચેરી વાંકાનેર તેમજ મો. હે. જે. સંઘવી સ્મારક મ્યુનિ. ગર્લ્સ હાઇસ્કુલ વાંકાનેરથી રેલીનું આયોજન કરાયુ હતું. પ્રસ્થાન પુર્વ ધારાસભ્ય શ્રીમતી જોસનાબેન સોમાણી તેમજ ડે. કલેકટર જીજ્ઞાસાબેન ગઢવીએ લીલીઝંડી આપી કરાવેલ. આ રેલી મુખ્ય બજારમાં થઇને પરત મ્યુનિ. ગર્લ્સ હાઇસ્કુલ પુર્ણ કરવામાં આવેલ. જેમાં જીલ્લા મહિલા ભાજપ પ્રમુખ સંગીતાબેન વોરા, પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન રીટાબા રાઠોડ, સમિીત સભ્ય લાભુબેન, ભાવનાબેન પાટડીયા, સખી કલબના બહેનો મુમતાજબેન શેરસીયા પોલીસ મહિલા અધિકારી અને તેનો સ્ટાફ, આશા વર્કર, બ્લોક હેલ્થ કર્મચારી બહેનો વગેરે બસો જેટલા બહેનો રેલીમાં જોડાયેલ. સાથે એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ મ્યુનિ. ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય ગીતાબેન ચાવડા, મહિલા સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીનીઓ તથા બી. એ. આર. એસ. સંસ્થાના સંનિષ્ઠ કાર્યકર ઉર્મીલાબેન સહિતના હાજર રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : મહમદ રાઠોડ - વાંકાનેર)

(11:41 am IST)