Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભૂજ આર.ટી.ઓ. કચેરીમાં ડમી ઉમેદવારના મુદ્દે ડખ્ખો :સહાયક ઇન્સ્પેકટરે એજન્ટ અને ઉમેદવાર સામે પિસ્તોલ તાકતા ચકચાર

ભૂજ, તા. ૯ :   એજન્ટ પ્રથા નાબુદ કરવાના રાજય સરકારનાં પ્રયત્નો છતાંયે આરટીઓમાં એજન્ટ પ્રથા યથાવત છે.

ભૂજ આરટીઓ તંત્રમાં ગઇકાલે સર્જાયેલો ડખ્ખો પોલીસે ચોપડે નથી ચડ્યો પણ લોકોએ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આરટીઓ દ્વારા લાયસન્સ આપવા સમયે લેવાતી પરીક્ષામાં સાચા ઉમેદવારેની જગ્યાએ ડમી ઉમેદવાર બેસતાં આ કિસ્સામાં સહાયક આરટીઓ ઇન્સ્પેકટરે ડમી ઉમેદવારને ઝડપીને લાફા ઝીંકી દેતા ડમી ઉમેદવાર, એજન્ટ અને સહાયક આરટીઓ ઇન્સ્પેકટર વચ્ચે બબાલ સર્જાઇ હતી.

તે દરમિયાન સહાયક આરટીઓ ઇન્સ્પેકટરે રિવોલ્વર તાકતાં મામલો ગરમાયો હતો. કચ્છ જિલ્લા આરટીઓ અધિકારી યાદવે ડમી ઉમેદવારનાં મામલાને ગંભીર જણાવ્યો હતો. તે સહાયક આરટીઓ ઇન્સ્પેકટર પાસે સ્વરક્ષણ માટે રિવોલ્વર હોવાનો ખુલાસો કરી સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરી હતી.

(11:39 am IST)