Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કારના કાચ તોડી ૯પ,૦૦૦ની ઉઠાંતરી

કોડીનારના ચૌહાણની ખાણના હમીરભાઇએ ગામના જ ૪ શખ્સો સામે દર્શાવી શંકા

કોડીનાર તા. ૯: તાલુકાનાં ચૌહાણની ખાણ ગામના કારડીયા યુવાનની કારના કાચ તોડી ૯પ હજારની ચોરી મામલો પોલીસમાં પહોંચ્યો છે.

વિગત મુજબ ચૌહાણની ખાણ ગામે રહેતા હરીભાઇ ગલાંડાભાઇ ખેર, પોતાની સિફટ કાર નં. જી.જે. ૩ર-બી-૮૭૩૪ લઇને પ્રાંચી તાબેના ઘંટીયા ગામે વજુભાઇ થોભણભાઇ પરમાર પાસેથી માંગણીના રૂ. ૮પ૦૦૦ અને જમાધાર ગામેથી રણજીતભાઇ પરમાર પાસેથી રૂ. ૧૦,૦૦૦ કુલ રૂ. ૯પ,૦૦૦ લઇને કારનાં આગળના ભાગે ડેસ્ક બોક્ષમાં રાખી પોતાના ગામે પહોંચ્યા હતા જયાં માલાભાઇના ઘેર પૈસા બાબતે વાત કરવા ગયા ત્યારે વડલા શેરીમાં પાર્ક કરાયેલ કારમાંથી કાચ તોડી નુકશાન કરી રૂપિયા ચોરાઇ જવા પામ્યા હતા.

આ મામલે ફરિયાદમાં હમીરભાઇ મેરૂભાઇ, ગલોવિંદભાઇ મેરૂભાઇ, લાલાભાઇ હમીરભાઇ ચૌહાણ અને રાયશીંગભાઇ પ્રવિણભાઇ સામે પૈસા ચોરવા ઉપરાંત કારને ૬૦ હજારનું નુકશાન કર્યાની શંકા દર્શાવતા પોલીસે તપાસ આગળ ધપાવી છે.

(11:36 am IST)