News of Friday, 9th March 2018

સભ્યોએ હપ્તા ન ભરતા ભુજના બ્રાહ્મણ પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા

ભુજ તા. ૯ :.. ભુજ  છેલ્લા ત્રણ દિવસથી લાપતા બનેલા ભુજનાં બ્રાહ્મણ વ્યાપારી પ્રૌઢે કરેલી આત્મહત્યા એ ભુજમાં ચકચાર સર્જી છે. પપ વર્ષી મોહનલાલ દયારામ મોતા નામનાં આ વ્યપારી ભુજની આરટીઓ રીલોકેશન સાઇટ પાસે આવેલા બસ સ્ટેશનમાંથી બેભાન હાલતમાં મળ્યાં હતાં.તેમની બાજૂમાં ઝેરી દવાની શશી મળી હતી. લોકોએ તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડતાં તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. દરમ્યાન તેમની પાસેથી મળેલી ત્રણ પાનાની સ્યુસાઇડ નોંધમાં વીશી ચલાવનારા આ મૃતક પાસેથી વીશી ઉપાડનારાઓએ હપ્તા ન ભરતાં તેમને ઉંચા વ્યાજે રૃપિયા લેવાની ફરજ પડી હોવાનું જણાવીને વ્યાજે આપનારાઓએ રૃપિયાની બદલે તેમની જમીન લખાવી લીધી હોવાનું લખ્યું છે.

આત્મહત્યા કરનારા પપ વર્ષીય મોહનલાલ મોતા (રાજગોર) ભુજની જૂની શાક મારકેટ પાસે કટલેરીનો વ્યાપાર કરતા હતાં. ત્રણ પાનાની સ્યુસાઇડ નોંધમાં વીશીનાં રૃપિયા નહીં આપનારાઓના નામ તથા જેમને રૃપિયા ચુકવવાના છે એમનાં નામ લખેલા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:26 am IST)
  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST