Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મોરબી નગરપાલિકામાં ટાઉન ડેવલપમેન્ટ સમિતિની રચના કરવા આદેશ

મોરબી નગરપાલિકામાં ટાઉન ડેવલપમેન્ટ સમિતિની રચના કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા લેખિત આદેશ કરવામાં આવ્યા છે અને આ સમિતિમાં પાલિકાના ચૂંટાયેલા સદસ્યમાંથી ચેરમેન ઉપરાંત કાયમી સભ્ય તરીકે પ્રાંત અધીકાર્રી, નાગર નિયોજક અને સભ્ય સચિવ તરીકે ચીફ ઓફિસર સહિતના હોદેદારોનો સમિતિમાં સમાવેશ કરવામાં આવશે

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીને ઉદેશીને પત્ર પાઠવાયો છે જેમાં મોરબી નગરપાલિકાની ટાઉન ડેવલપમેન્ટ સમિતિ રચના અંગે સુચના આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાએ તા. ૦૩-૧૦-૨૦૧૭ ના સર્ક્યુલેટીંગ ઠરાવ ક્રમાંક ૨૮ થી સત્તાઓ ટાઉન પ્લાનિંગ કમિટીને સોપવા ઠરાવવામાં આવેલ છેજેથી ગુજરાત મ્યુનીસીપાલીટીઝ એક્ટ ૧૯૬૩ ની કલમ ૫૫ ની જોગવાઈ મુજબ ટાઉન પ્લાનિંગ સમિતિની રચના કરવા અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૨૩ (૧) (v) હેઠળની સુપ્રત સત્તાઓ સમિતિને અધિકૃત કરવા મોરબી નગરપાલિકાને આજ્ઞાનુસાર અનુરોધ કરવામાં આવ્યો છે.

(9:18 am IST)
  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST