Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ગારીયાધારના દલિત ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ અટકાયત કરાતા લોકો પોલીસની જીપ આડે સુઇ ગયા

ભાવનગર કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનની કોશીષ કરનાર દલીત ખેડુતને પોલીસે ઝડપી લીધા હતા(તસ્વીર : મેઘના વિપુલ હિરાણી - ભાવનગર)

ભાવનગર, તા.૮ :  કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા આવેલા દલીત ખેડુતને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવથી દલીત સમાજનાં લોકોએ  પોલીસની જીપ આડે સુઇ જઇ બાધા ઉત્પન કરી હતી.

ગારીયાધારમાં રહેતા દલીત ખેડુત હકાભાઇ નાથુભાઇ ગોહિલના ર૦૦ મણ ઘઉં સળગાવી દેવામાં આવ્યા હતા. આ અંગે હકાભાઇ એ પોલીસ ફરીયાદ કરી હતી. પણ કોઇ કાર્યવાહી ન થતાં હકાભાઇને થોડા દિવસ પહેલા કલેકટર કચેરીએ આવી આત્મવિલોપન ની ચીમકી આપી હતી.

આજે બપોરે આ  દલીતખેડુત હકાભાઇ ભાવનગર કલેકટર કચેરીએ આવ્યા હતા અને આત્મવિલોપનની કોશીષ કરે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લઇ પોલીસવાનમાં બેસાડી દીધો હતો. આ સ્થળે ઉપસ્થિત અન્ય લોકોએ પોલીસગાડીમાં સુઇ જઇ પોલીસ કાર્યવાહી માં રૂકાવટ કરતાં ભારે તંગદીલી થઇ ગઇ હતી. આ બનાવમાં  બે ની તબિયત લથડતાં  તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવથી કલેકટર કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

(4:23 pm IST)
  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST