Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ધોરાજીના ફરેણી સ્વામીનારાયણ સંસ્કારધામના સ્વામીની જુની નોટ પ્રકરણમાં પુછપરછ

ધોરાજી, તા., ૮: તાલુકાના ફરેણી ગામ ખાતે ઉભુ થયેલ સ્વામીનારાયણ સંસ્કારધામ જયારથી ઉભુ થયુ ત્યારથી સંસ્કારના નામે મીંડુ ગણાય છે. આવતાની સાથે ફરેણીના ગ્રામજનો સાથે ઝઘડો થયો પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો બાદ ધર્મના નામે અનેક વિવાદો ચાલતા હતા બાદ જાણવા મળતી માહીતી મુજબ નોટબંધીના સમયમાં સુરતના એક જમીન દલાલ ભરતભાઇ પટેલએ સુરતના સરવાળા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરીયાદ ધોરાજીના ફરેણી ગામ પાસે આવેલ સ્વામીનારાયણ સંસ્કારધામના સ્વામીશ્રી ચર્તુભુજ સ્વામી વિગેરે શખ્સો સામે નોટબંધીના સમયે રૂ. ર.પ૧ કરોડ રૂ. પ૦૦-૧૦૦૦ની જુની નોટ પપ ટકા કમીશનમાં અઠવાડીયામાં બદલી આપવાની શરતે સ્વામી ચર્તુભુજના ખાસ ગણાતા માણસને આપેલ બાદ રૂ. ર.પ૧ કરોડના બદલે પપ ટકા કમીશન બાદ કરી રૂ. ૧.૦૪ કરોડ આપવાના થતા હતા જે રકમ જુની નોટો લઇ લીધા બાદ નહી આપતા જેના વિડીયો-ઓડીયોના આધાર પુરાવા સરધારા પોલીસ સ્ટેશનએ ફરેણી સ્વામીનારાયણ સંસ્કાર ધામના સ્વામી ચતુર્ભુજ સહીત અન્ય શખ્સો સામે આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૧ર૦ બી હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ જે કેસમાં સુરતની સરવાળા પોલીસ પકડે એ પહેલા ફરેણીનાં સ્વામી ચતુર્ભુજ વિગેરે ગુજરાત નામદાર હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ અને હાઇકોર્ટએ ગઇ તા.રપ-૯-ર૦૧૭ના રોજ સ્વામી ચતુર્ભુજની ધરપકડ નહી કરવાનો હુકમ કર્યો હતો. જે કેસમાં વિવિધ તારીખો પડયા બાદ આરોપી સ્વામી ચતુર્ભુજ વિગેરેને સરથારા પોલીસ સ્ટેશન ખાતે નિવેદન આપવા અંગે હુકમ કર્યો હતો.

જે અંગે ફરેણીના ચર્ચાસ્પદ સ્વામી ચતુર્ભુજ એ તા.૬ના રોજ સુરત સરવાળા પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા સમગ્ર શહેર અને મિડીયામાં ચર્ચા વ્યાપી ગઇ હતી.

આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનના પી.એલ. એન.ડી.ચૌધરીનો સંપર્ક સાંધતા તેવોએ પત્રકારોને જણાવ્યું કે ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ સંસ્કાર યાત્રાના ચતુર્ભૂજ સ્વામી સહી હાઇકોર્ટના હુકમ અનુસાર આવેલા હતા અને નિવેદન લેવામાં આવ્યો હતા જે માં સ્વામી ચતુર્ભૂજ ને આવતાની ખબર નથી... મે પૈસા લીધા નથી આ એક ષડયંત્ર છે એવા નિવેદનો લખાવ્યા હતા.

(1:12 pm IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST

  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST