Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

જુનાગઢનાં ભવનાથમાં તબીબની કાર પર હૂમલો કરનાર ફોરેસ્ટ ગાર્ડનો મોબાઇલ સ્વીચ ઓફ

વાહન તારવવાની બાબતમાં તૂટી પડયો

જૂનાગઢ તા. ૮ :.. ભવનાથમાં તબીબની કાર પર હૂમલો કરનાર ફોરેસ્ટ ગાર્ડનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢમાં નહેરૂ પાર્ક સોસાયટી સ્થિત ચાણકય એપાર્ટમેન્ટમાં રહેતા ત્રિમૂર્તિ હોસ્પિટલનાં ડો. નવીનકુમાર ગોપી રમણલાલ કર્ણ (ઉ.૪૭) તેમનાં પત્ની સાથે પોતાની જીજે-૧૧ એએસ-૪૭૬ર નંબરની કારમાં ભવનાથમાં જૈન ધર્મશાળા ખાતેના લગ્ન પ્રસંગમાં જતા હતાં.

ત્યારે રસ્તામાં રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં પ્રવેશદ્વાર પાસેનાં રસ્તા પર વન વિભાગનો રોજમદાર કર્મચારી નવલ ઉર્ફે નલો સરધારા તેમની બાઇક હંકારીને આવી રહેલ. અને ડોકટરની કાર રોકાવી વાહન  તારવવા અંગે બોલાચાલી કરી હતી.

બાદમાં આ શખ્સે લોખંડના ફરસા જેવા પાઇપ વડે કાર ઉપર હૂમલો કરી રૂ. પ૦ હજારનું નુકશાન પહોંચાડયું હતું.

હૂમલા બાદ નવલ ઉર્ફે નલો નાસી ગયો હતો આ અંગેની જાણ થતા ડો. ડી. પી. ચિખલીયા વગેરે દોડી ગયા હતાં.

બનાવ અંગે ભવનાથ પોલીસે ડો. કર્ણની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એ. એસ. આઇ. પી. એમ. દાસા ચલાવી રહ્યા છે.

દરમ્યાનમાં હૂમલાખોર નવલ ઉર્ફે નલાએ તેનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હોય પોલીસ મુંઝવણમાં મુકાઇ ગઇ છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:11 pm IST)
  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST