Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સાવરકુંડલાઃ ગરીબ પરિવારના બાળકો ભણવાના બદલે ઉકરડામાંથી ભંગાર ગોતવાના કામમા વ્યસ્ત

સાવરકુંડલા તા.૮: ગુજરાત સરકાર દ્વારા ગરીબો પ્રત્યે જે ગુલબાંગો ફુુકી રહ્યા છે તે માત્ર મોઢેજ મર્યાદા હોય તેવુ સાબીત થઇ રહ્યુ છે દરેક બાળક ભણે અને બાળક ભણ્યા વગરનુ ન રહે તેવી જાહેરાત કરવામાં આવી પરંતુ તેનુ પરિણામ જોઇએ તેવુ નથી આવતુ અને ગરીબ માણસો બાળકો ભણવાના બદલે ઉકરડા વીખી ભંગાર ગોતવામાં રહે છે.

ગુજરાતની ભાજપ સરકારમાં બે કાબુ મોઘવારી છે અને શિક્ષણની ફી પણ આકરી હોવાથી ગરીબ માણસોના બાળકો અભ્યાસ કરવાની વંચિત રહી જાય છે. કાળ જાળ મોઘવારીના લીધે ગરીબ માણસોને પોતાનુ ઘર ચલાવુ મહા મુશીબત બને છે ત્યારે બાળકીને ભણાવી કેમ શકે? એટલા માટે અભ્યાસથી વંચિત રહેતા બાળકો પોતાના ઘરનુ ગુજરાન ચલાવવા બાળકો ભંગાર વીણી મદદ રૂપ બને છે.

નાની-નાની ઉંમરમાં ભંગાર વીણી પોતાનુ જીવન બરબાદ કરતા બાળકો અભ્યાસ કરતા થાય તેવુ નક્કર આયોજન ગુજરાત સરકારે કરવુ જોઇએ જેથી કરીને ગરીબોના બાળકો અભ્યાસથી વંચિત ન રહે. ગરીબ માણસોના બાળકો અભિયાસ ન કરે અને ભંગારવીણે તોય વાઇબ્રાન્ડ ગુજરાત? અને વિકાસશીલ ગુજરાત?

ગુજરાત સરકારના બજેટમાં ગરીબોનુ હિત જોઇને બજેટ બહાર પાડવુ જોઇએ જો ગરીબોનુ હિત જોતા હોયને તો નાના બાળકો પાંચ રૂપિયાના ભાગ લેવા માટે ભંગાર વીણે. ઉકરડા વિખે? આ ગરીબોની સરકાર? ગરીબો માટે રોજગારી અને અભ્યાસ માટે નવતર આયોજન થયુ જોઇએ તેવી માંગ ઉઠી છે.

(1:07 pm IST)