Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ઉપલેટામાંથી ચોરાઉ મોટર સાયકલ સાથે દેવીપૂજક શખ્સ પકડાયો

અન્ય ચોરીમાં સંડોવણી છે કે કેમ?: બાંટવાના ભરત પમારની પુછતાછ

ઉપલેટા તા.૮: રાજકોટ જીલ્લાના એસ.પી.અંતરોપ સુદ, ડી.વાય.એસ.પી. ઝેડ આર.દેસાઇની સુચનાના આધારે પી.આઇ. એ.બી.પટેલ, એ.એસ.આઇ મુળજીભાઇ ખીમસુરીયા, હેડ. કોન્સ રમેશભાઇ બોદર,નિલેષભાઇ ચાવડા, પો.કોન્સ જયેશભાઇ દાફડા, કૌશિકભાઇ જોષી શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

આ દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ભરત બાબુભાઇ પરમાર દેવીપુજક, ઉ.વ.૨૦, રહે. ઇન્દીરાનગર, બાંટવાને ચોરાઉ સ્પેલન્ડર જીજે ૦૩ એફઆર ૮૭૭૪ સાથે પકડી પાડી અન્ય ચોરીમાં સંડોવણી છેકે કેમ? તે જાણવા પુછતાછ સહિતની કાર્યવાહી કરાઇ હતી.

(11:48 am IST)