Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહિલા દિનની ઉજવણીઃ દિકરી જન્મના વધામણા

રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ''બેટી બચાવો બેટી પઢાઓ'' કાર્યક્રમ

રાજકોટ તા.૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજે દિકરી જન્મના વધામણા કાર્યક્રમો પણ રાજય સરકાર દ્વારા યોજવામાં આવ્યા છે.

રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ''બેટી બચાવો બેટી પઢાવો'' કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

અમરેલીઃ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્ત્।ે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજવામાં આવશે.

      આજે જન્મ લેનાર તમામ દીકરીઓને અમરેલી જિલ્લા પંચાયત-આરોગ્ય શાખા દ્વારા નન્હી પરી અવતરણ તરીકે બિરદાવી હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે. તા.૮ માર્ચે જન્મ લેનાર તમામ દીકરીઓને આ કાર્યક્રમ હેઠળ (૧) મમતા કીટ, (૨) ચાંદીનો સિક્કો, (૩) મીઠાઇ, (૪) ગુલાબનું ફુલ અર્પણ કરીને દીકરી જન્મના વધામણા કરવામાં આવશે. દીકરી જન્મના વધામણા કરીને સમાજમાં દીકરીનું મહત્વ સમાજવવા લોકજાગૃત્ત્િ।ના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

     તાલુકા આરોગ્ય કચેરી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવશે. બેટી બચાવો બેટી પઢાઓ ના સંકલ્પ સાથે ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાના અધ્યક્ષસ્થાને તા.૧૦ માર્ચ-૨૦૧૮ને શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે નવા ખેડૂત તાલીમ કેન્દ્ર-અમરેલી ખાતે મહિલા સંમેલન યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદી, દીકરો-દીકરી એક સમાન, બાળ મરણ ઘટાડવું, માતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવા રસીકરણનું મહત્વ વગેરે વિષયોથી સામાન્ય જનતાને જાગૃત્ત્। કરવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે ત્યારે દરેક સમાજના વર્ગ, સેવાભાવી સંસ્થા, પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા મંડળોને સમાજોપયોગી આ કાર્યમાં જોડાઇને સહભાગી થવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી-અમરેલીએ એક અખબારીયાદીમાં અનુરોધ કર્યો છે.

ગીર સોમનાથઃ  વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા નન્હી પરી અવતરણને વધામણી કરી ઉજવણી કરવામા આવશે. વિશ્વ મહિલા દિવસે ગુજરાતમાં જન્મનાર દરેક બાળકીને પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો, મમતા કિટ અને શુધ્ધ ઘીની મીઠાઈ અર્પણ કરવામાં આવશે.

    ગીર સોમનાથ જિલ્લામાં પણ વિશ્વ મહિલા દિન નિમિત્ત્।ે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જન્મ લેનાર બાળકીના પરિવારજનોને  રાજય સરકારશ્રી તરફથી પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો, મમતા કિટ અને ગુલાબનું ફુલ આપી બાળકીના જન્મની ઉજવણીને વધાવી લેવામાં આવશે.

         બેટી બચાઓ બેટી વધાઓ અને મહિલા શકિતને બિરદાવવા ગુજરાત સરકાર દ્રારા એક નવી પહેલ કાર્યશીલ કરવામાં આવી છે. જેથી ૮ મી માર્ચે વિશ્વ મહિલા દિને જન્મલેનાર તમામ ફૂલ જેવી બાળકીને આવકારી નન્હી પરી અવતરણ ઉજવણીથી આવરી લેવામાં આવશે.

(11:44 am IST)