Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દરિયામાંથી ચેરીયાનાં નિકંદનને મામલે કંડલા પોર્ટને નોટીસ

ભજ, તા. ૮ : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કંડલા પોર્ટને નોટીસ પાઠવીને પોર્ટ દ્વારા કંડલા-સામખીયાળીની વચ્ચેની કટકમાં નાની બેટી તેમજ હડકીયા કટકમાં ૧પ કિલોમીટર જેટલા વિસ્તારમાં  ચેરીયાનો સોથ વાળવા અંગે નોટીસ ફટકારી છે.

ભચાઉ પંથકમાં ખારાઇ ઉંટ જે દરિયામાં તરીને ચેરીયા ખાઇ જીવન વીતાવે છે એમનાં ભવિષ્ય માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અરજી કરવામાં આવી હતી. કચ્છ ઉંટ ઉછેર સંગઠન ને તેમના એડવોકેટ સંજય ઉપાધ્યાય, ઉપમા ભટ્ટાચારજી, સૌમ્ય ચૌધરી તથા પ્રખર પાંડે મારફતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ચેરીયાના નિકંદન માટે દાદ માંગ હતી.

આ સંદર્ભે કંડલા પોર્ટને નોટીસ પાઠવીને ખુલાસો કરવા જણાવાયું છે. કચ્છ ઉંછેર સંગઠનને ચેરીયા કયાંયે ન કપાય, કચ્છમાં કોસ્ટલ ર્મીેનેજમેન્ટ ઝોન બનાવવા અને જયાં ચેરીયા કપાયા છે ત્યાં ફરી ચેરીયા જ વાવેતર કરવાની માંગ કરી છે.

આથી અગાઉ અદાણી ગ્રૃપ અને સાંધી ગ્રૃપ પણ ચેરીયાનાં કારણે પર્યાવરણના વિવાદમાં રહી ચુકયું છે.

(11:43 am IST)