Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

એસ્સાર ઓઇલ લી. દ્વારા ડ્રાઇવર-કલીનરની આરોગ્ય ચકાસણી-સુરક્ષા તાલીમ કેમ્પ

એસ્સાર ઓઇલ લિ. હંમેશા સેફટી ફર્સ્ટના મહત્વને સ્વિકારતી આવી છે ત્યારે આ બાબતને ખરા અર્થમાં સાકાર કરવા કંપનીએ વાડીનાર રિફાઇનરી સાથે સંકડાયેલ ટેન્કર-ટ્રક ડ્રાઇવર્સ તથા કલીનર્સની સુરક્ષા તથા આરોગ્ય અંગે તકેદારી લેવા ત્રિદિવસીય જાગૃતિ અભિયાન હાથ ધરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

પેટ્રોલિયમ પ્રોડકટસના પરિવહન સાથે સંકડાયેલા ટેન્કર-ટ્રક ચલાવતા ડ્રાઇવસ તથા કલીનર્સને તેઓની સુરક્ષા તથા આરોગ્ય બાબતે કઇ કાળજી રાખવી જોઇએ તેની સમજ આપવા એસ્સાર ઓઇલ લિ.ના સપ્લાય એન્ડ ડીસ્પેચ વિભાગ દ્વારા ત્રણ દિવસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ રિફાઇનરીના ઓપરેશન હેડ શ્રી શ્યામા માજીએ કરાવ્યો હતો. જેમાં એક  હજારથી વધુ ડ્રાઇવસ અને કલીનર્સને તાલીમ અપાઇ હતી.

સુરક્ષિત ડ્રાઇવીંગ, પેટ્રોલિયમ પ્રોડકટસનું સુરક્ષિત પરિવહન કઇ રીતે કરવું, ફાયર ફાઇટીંગ તેમજ મોકડ્રીલ મારફતે સમજણ આપવામાં આવી હતી. ડ્રાઇવસ અને કલીનર્સમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે એ અર્થે તપાસણી બાદ ૧૦૦થી વધુને ભેટ અપાઇ હતી. કેમ્પમાં લાભ મેળવનારા મોટાભાગના ડ્રાઇવસ અને કલીનર્સે એસ્સાર ઓઇલ લિ.ના પ્રોત્સાહક કાર્યને આવકાર્યું હતું. ચકાસણી બાદ ડ્રાઇવસ અને કલીનર્સના મનમાં આરોગ્ય અંગે ઉદ્દભવેલા પ્રશ્નોનું નિરાકરણ પણ સ્થળ પર લાવવામાં આવ્યું હતું.

(11:41 am IST)