Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બોટાદના ગૌસેવક દિલ્હીમાં ઉપવાસમાં જોડાયા

 બોટાદઃ ગાયમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાવવાના શુભ આશયથી દિલ્હી રામલીલા મેદાનમાં ભારતભરના ગૌરક્ષકો, ગૌભકતો અને સંતો મહંત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પુ. ગોપાલમણીજીબાપુ તથા કાલીદાસબાપુ તથા અવધુત રામાયાણીબાપુ તથા ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી પાંચેક હજાર ગૌરક્ષકોની ફોજ સાથે ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજયના ઉપાધ્યક્ષ બોટાદના સામતભાઇ જેબલીયા ઉપસ્થિત રહ્યા હતા આવતા સંસદ સત્રમાંં ગાયમાતાને રાષ્ટ્રીય માતાનો દરજજો આપશ તેમ વડાપ્રધાનશ્રી મોદીના કાર્યકરોએ બાંહેધરી આપેલ હતી.

(11:35 am IST)
  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST