Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

જોડીયાઃ સમયમર્યાદાના મુદ્દે વારસો જોડવાની અરજીને રદ કરતી કોર્ટ

જોડીયા તા.૮ : હડીયાણાના રહેવાસી પ્રાગજી પોપટ ગોધાણીએ પોતાના બનેવી ભવાન આંબા તથા પિતા પોપટ રૂડા તથા માતા માકુબેન પોપટ વિરૂધ્ધ ખેતીની જમીનમાંથી હિસ્સો મેળવવા તથા વેચાણ દસ્તાવેજ રદ કરવા જોડિયાની અદાલતમાં દિવાની દાવો કરેલ અને દાવો ચાલતા દરમીયાન તા.૩૦/૮/૧૪ ના રોજ પ્રતિવાદી માકુબેનનું અવસાન થયેલ જે પ્રતિવાદી ભવાન આંબા દ્વારા કોર્ટમાં તા. ર૦/૧૦/૧૪ ના રોજ જાહેર કરવામાં આવેલ ત્યારબાદ તા.૧૦/૧ર/૧૪ ના રોજ એટલે કે લગભગ ૧૦૦ દિવસ બાદ વાદીએ માકુબેનના વારસો જોડવા માટે અરજી કરેલી અને સુચીત વારસદાર વતી વકીલ જે.ડી.માંકડ હાજર થયેલ અને તે અરજીને સમયમર્યાદાના કાયદાનો બાધ નડે છે તે પ્રમાણે વિગતવાર જવાબ/વાંધા રજુ કરી અરજી રદ કરવા રજુઆત કરેલી.

તમામ રેકર્ડ વંચાણે લઇ તથા લીમીટેશન એકટ ૧૯૬૩ ના આર્ટીકલ ૧ર૦ તથા સી.પી.ઓર્ડર રર રૂલ ૪ નો વિગતવાર ગહન અધ્યયન કરી તથા વકીલ માંકડની દલીલો સાંભળી જોડિયાના પ્રીન્સીપાલ સિવીલ જજ શ્રી ટી.પી.શાહે ઠરાવેલ કે વાદીએ માકુબેનના દિકરા હોય તથા તેના મરણથી વાદીને જાણ હોય તથા તેને વારસો જોડવાની અરજીના સાથે ડીલે કોન્ડોન (ઢીલ માફી)ની કોઇ અરજી કરેલ ન હોય જેથી સમયમર્યાદાના કાયદા મુજબ ૧૦ દિવસના ડીલે.(ઢીલ)ના કારણોસર વારસો જોડવાની વાદીની અરજી ના મંજુર કરેલ હતી.આ કામે પ્રતિવાદીઓ તથા સુચીત વારસદાર તરફે જોડિયાના માંકડ એન્ડ માંકડ એડવોકેટસ ના જે.ડી.માંડક એડવોકેટ અને નોટરી જય માંકડ તથા એ.પી.માંકડ-એડવોકેટ રોકાયેલા હતા.

(11:26 am IST)