Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા બારમા સમુહલગ્નમા જોડાનારા નવદંપતી અને આયોજકો દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજારોહણ

પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા બારમા સમુહલગ્નમા જોડાનારા નવદંપતી અને આયોજકો દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજારોહણ

પ્રભાસ પાટણ : સોમનાથ પ્રભાસ પાટણ મા કોળી સમાજ દ્વારા સમુહલગ્નનુ આયોજન કરવામાં આવેલ છે આ સમુહલગ્નમા જોડાનારા નવદંપતીઓ અને તેમના પરીવાર તેમજ સમુહલગ્નના આયોજકો દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવેલ તમામ લોકો વેગડાજી ભીલની પ્રતિમા પાસે એકઠાં થયેલાં અને ત્યાંથી વાજતે ગાજતે મોટી સંખ્યામાં સવારે દશ કલાકે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવેલ

  આ તકે પ્રભાસ પાટણ મોટા કોળી સમાજના પ્રમુખ ઉકાભાઇ ગઢીયા, વેરાવળ કોળી સમાજના પ્રમુખ સામતભાઈ બારૈયા, પૂર્વ તલાટી મંત્રી માડાભાઇ વાસણ,નાખડા સરપંચ પુંજાભાઈ ખુટડ, પૂર્વ સરપંચ નાવદ્રા બાબુભાઈ વાજા, બીજેપી અગ્રણી રામભાઇ સોલંકી, ભીમાભાઇ વાયલુ, નારણભાઈ વાયલુ, સમુહલગ્ન સમિતિ પ્રમુખ વિરેન્દ્રસિંહ ગઠીયા, સમસ્ત કોળી સમાજ ના પ્રમુખ લખમણભાઇ સરમણ ભાઇ સોલંકી, દિનેશભાઈ વાજા, સુરેશભાઈ કામળીયા, વજુભાઈ ગઢીય સહિતના આગેવાનો અને નવદંપતીઓ અને તેમના પરિવાર તેમજ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા હતા અને વાજતે ગાજતે સોમનાથ દાદા ની જયધોસ સાથે ધ્વજારોહણ કરવામાં આવેલ 

  આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત કોળી સમાજના પ્રમુખ લખમણભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ યુવાનોએ જહેમત ઉઠાવી હતી

(9:42 pm IST)