Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જામનગરમાં ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત: ગૌસેવકોમાં રોષ ફેલાયો

મનપા સંચાલિત ઢોરવાડામાં છેલ્લા એક મહિનામાં 27 પશુના મોત થયા

જામનગર : પશુપાલકોના આક્ષેપ પ્રમાણે જામનગર કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં એક મહિનામાં 27 પશુઓના મોત થયા છે. પશુઓના મોતની વધતી સંખ્યાથી જામનગરના પશુપાલકો ચિંતામાં મુકાયા છે. પશુઓના ઢોરવાડામાં થતા મોતથી પશુપાલકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. પશુપાલકોનો આરોપ છે કે સોનલ નગર વિસ્તારમાં મનપાની બેદરકારીને કારણે ગાયનું મોત થયું છે.

 ઢોર પકડવાની કામગીરી સમયે તંત્રની બેદરકારીથી ગાયનું મોત થયું છે. ઘટના બાદ રોષે ભરાયેલા ગૌસેવકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્ર સામે વિરોધ નોંધાવી રોષ ઠાલવ્યો હતો. ગૌસેવકોનો એવો પણ આરોપ છે કે સોનલ નગર વિસ્તારના ઢોરવાડામાં અંદાજે 550થી વધુ પશુ રાખવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા એક મહિનામાં જ 27 ઢોરના મોત થયા છે. ઢોરવાડામાં પશુઓને પકડીને પુરતો ખોરાક અને સારવાર ન અપાતી હોવાનો પણ આરોપ છે.

  ગૌસેવકોએ આક્ષેપ કર્યા કે ગાયને પકડીને તેને પુરતો ખોરાક આપવામાં આવતો નથી. તેની સારવાર સમયસર થતી નથી. ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવતા દિવસે તડકો અને રાત્રીના ઠંડી લાગતી હોય છે. પશુઓના મોત તંત્રની બેદરકારીથી થાય છે

 

(8:16 pm IST)