Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ભાવનગર માં જ્ઞાનમંજરી ગ્રુપ દ્વારા આયોજિત ક્રિસ્ટલ જ્યુબિલી સેલિબ્રેશન અંતર્ગત ટેકમંજરી કાર્યક્ર્મનો રંગારંગ શુભારંભ

NEP conclave, Science fest જેવા કાર્યક્ર્મ સાથે પ્રથમ દિવસે જ 30 થીવધુ સ્કુલના બાળકો સાથે 4000થી વધારે લોકોએ મુલાકાત લીધી

 (વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક જ્ઞાનમંજરી સંસ્થાના 15 વર્ષ પૂર્ણ કર્યાની ક્રિસ્ટલ જ્યુબિલી સેલિબ્રેશન તારીખ 9 થી 12 ફેબ્રુઆરી 2023 દરમિયાન આયોજન થયું છે. તે અંતર્ગત  ટેકમંજરી પ્રોજેક્ટ પ્રદર્શન અને 15 વર્ષની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે PGVCLના MD  વરૂણ બરનવાલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ નવીનતમ આવિષ્કારો અને સમાજ ઉપયોગી પ્રોજેક્ટનું પ્રદર્શન, ટેકમંજરી ૨૦૨૩ પણ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન મનસુખભાઈ નાકરાણી, અવિનાશભાઈ પટેલ, ઉમંગભાઈ અંધારીયા, વિક્રમભાઈ પુરોહિત તથા જ્ઞાનમંજરી કોલેજના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિમ્બાર્ક ઉપસ્થિત રહ્યા હતા
  આ દિવસે NEP  અને સાયન્સ કોનકલેવ સેમીનાર પણ યોજાયો હતો જેમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ન્યૂ દિલ્હી દ્વારા, ન્યુ એજ્યુકેશન પોલીસી કમિટીના મેમ્બર ડૉ. અનુપમ આહુજા ઉપસ્થિત રહી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) વિશે આશરે 150 વધારે શિક્ષકોને માહિતગાર કર્યા હતા. સાથે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અભિરુચિ વધારતા 135 થી વધારે પ્રોજેક્ટનું પ્રદર્શન તથા વિવિધ કાર્યક્રમો science fest શીર્ષક અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
તારીખ ૯ થી ૧૨ ફેબ્રુઆરી , ૨૦૨૩ એમ ૪ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં યુથ ફેસ્ટિવલ, સ્ટાર્ટ અપ showcase, સાયકલોથોન,ફનઝોન,પૂર્વ વિદ્યાર્થી સંમેલન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર એચ.એમ નિમ્બાર્ક દ્વારા ભાવનગરની જનતાને અનુરોધ કરાયો છે.
પ્રોજેકટ હાઈલાઇટ્સ
(1) મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્રેઝી સાઈકલ કે જેમાં અવનવા ફીચર્સ મુકવામાં આવ્યા છે. લિથિયમ પોલીમર પર બેટરી દ્વારા ચાલતી આ સાયકલ ખૂબ લાંબા અંતર સુધી ચાલે છે
(2) સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ કલ્પસર યોજનાનું આબેહૂબ મોડલ પ્રદર્શન નિહાળનાર વ્યક્તિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
(3) ભવિષ્ય માટે અતિ ઉપયોગી ઇકો ફ્રેન્ડલી બ્લોક જે પર્યાવરણ જાળવણી સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વેગવંતુ બનાવે તેવો સિવિલ એન્જિનિયરો દ્વારા તૈયાર થયેલ પ્રોજેક્ટ લોકોની પસંદગીનો બન્યો હતો.
(4) કી -લેશ ઇગ્નીશન સિસ્ટમ
બાઈક ચાલુ કે બંધ કરવા ચાવીની જરૂર નહિ .તમારા મોબાઈલની એપમાંથી જ તમારી બાઈક ચાલુ તેમજ બંધ કરી શકો છો.જે પ્રોજેક્ટનું નામ કી -લેશ ઇગ્નીશન સિસ્ટમ છે.જેમાં ૩૫ મીટરની અંદરથી જ હોર્ન વગાડીને પાર્કીંગમાંથી બાઈક શોધી શકાય .તેમજ ડુપ્લીકેશન કી થી બાઈક ચોરીના બનાવને અટકાવી શકાય . તેમજ ઓ.ટી.પી દ્વારા બીજાને બાઈકના એક્સેસ આપી શકાય

(7:59 pm IST)