Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જામનગરમાં ૧૦ ટકા વ્‍યાજે લીધેલ ૨૦ લાખના ૧૮ લાખ ચુકવી દીધા છતા પઠાણી ઉઘરાણી - ખૂનની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જયભાઈ કિશોરભાઈ દોશી, ઉ.વ.૪૬, રે. વૃજ એપાર્ટમેન્‍ટ, ફલેટ નં.પ૦૩, શરૂસેકશન રોડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,એપ્રીલ ર૦રર થી આજદીન સુધી સાત રસ્‍તા સર્કલ પાસે પેટ્રોલ પંપ પાછળ આવેલ આરોપી ખુમાનસિંહ જાડેજાની ઓફીસ ખાતે ફરીયાદી જયભાઈએ આરોપી ખુમાનસિંહ પાસેથી રૂ.ર૦,૦૦,૦૦૦/- ૧૦% લેખે વ્‍યાજે લીધેલ હતા અને આજુસુધી માં ૧૮,૦૦,૦૦૦/- વ્‍યાજ પેટે ચુકવી દીધેલ હોય તેમ છતા હજુ રર,૦૦,૦૦૦/- રૂપિયાની વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

પીતળના સામાનની ચોરી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભુપતભાઈ પોલાભાઈ વાઘેલા, ઉ.વ.૬૦, રે. ધરારનગર-૧, આંબેડકર ધામ, પાણીના ટાંકા સામે વાળા એ ફરીયાદ નોંધાવી છે કે ,તા.ર૯-૧-ર૦ર૩ના ફરીયાદી ભુપતભાઈનો પિતળના નટ બોલ્‍ટના કાચા માલની પાંચ બોરીઓ વજન-૦૧ આંબેડકર ધામ, પાણીના ટાંકા સામેબહારનાભાગે રાખેલ હોય જે કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

નોકરી આપવાની લાલચ

આપી પૈસા પડાવી લીધા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ધર્મેન્‍દ્રગીરી લાભુગીરી ગુસાઈ, ઉ.વ.પ૦, રે. ગજણા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, માર્ચ-ર૦રર ના ખોડીયાર કોલોની એન.આઈ.આર. બંગલામાં ફરીયાદી ધર્મેન્‍દ્રગીરીના પુત્રને આરોપી વિશાલભાઈ હેંમતભાઈ કણસાગરાએ ઈન્‍કમટેક્ષમાં નોકરી આપવાની લાલચ આપી વિશ્‍વાસમાં લઈ જેના રૂપિયા ૧,૦૦,૦૦૦/- ફરીયાદી ધર્મેન્‍દ્રગીરી પાસેથી લઈ નોકરી નહી અપાવી વિશ્‍વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

જામનગરઃ અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં વિપુલભાઈ કરશનભાઈ પરમાર, ઉ.વ.,૪ર, રે. ગજણા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, માર્ચ-ર૦રર ના ખોડીયાર કોલોની એન.આઈ.આર. બંગલામાં ફરીયાદી વિપુલભાઈના પુત્રને આરોપી વિશાલભાઈ હેંમતભાઈ કણસાગરાએ ઈન્‍કમટેક્ષમાં નોકરી આપવાની લાલચ આપી વિશ્‍વાસમાં લઈ જેના રૂપિયા ૯૦,૦૦૦/- ફરીયાદી વિપુલભાઈ પાસેથી લઈ નોકરી નહી અપાવી વિશ્‍વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

હાપા ગામેથી મોબાઈલ ચોરી

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં સુરેશભાઈ દિનેશભાઈ રાઠોડ, ઉ.વ.રપ, રે. હાપા ખારી વિસ્‍તાર, જવાહનગર, જિ.જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-ર-ર૦ર૩ના હાપા ચાંદની ચોકમાં ફરીયાદી સુરેશભાઈનો સેમસંગ કંપનીનો ડીયુલ સીમ જેમાં આઈડીયા કંપનીનું સીમકાર્ડ જેના નં. ૬૩પ૬૬ ૭ર૦૮૧ છે જે ફોનમાં આઈ.એમ.આઈ. નં. ૩પ૧૬૯૬૭૯૧૭૬૬૮૬૮ તથા ૩પ૬૭૭પ૯પ૧૭૬૬૮૧ જે ફોનની કિંમત રૂ.૧પ૦૦/- નો કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ધ્રોલ ગામે મોબાઈલ ચોરી

 ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કિરીટભાઈ ધીરૂભાઈ મુળીયા, ઉ.વ.૪૦, રે. ધ્રોલવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-ર-ર૦ર૩ના ધ્રોલ મારૂતી કોમ્‍પલેક્ષ આવેલ તેમની દુકાનેથી ઘરે જમવા જતા હતા ત્‍યારે તેઓએ તેમના કોર્ટના (જર્શીના) ખીસ્‍સામાં વીવો કંપનીનો ટી-૧, મોડલનો મોબાઈલ ફોન રાખેલ હતો અને ઘરે પહોંચીને તેઓએ તેમના મોબાઈલ ફોન કોટના ખીસ્‍સામાં જોતા આ મોબાઈલ ફોન જોવામાં આવેલ નહીં અને કયાક રસ્‍તામાં પડી ગયેલ જે મોબાઈલ ફોનની કિંમત રૂ.૧પ,૯૯૯/- હોય જે મોબાઈલ ફોન બંધ આવતો હોય અને તપાસ કરતા આજદીન સુધી મળી આવેલ ન હોય જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

નિકાવા ગામે રોકડની

ઉઠાંતરી કરી જતો તસ્‍કર

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જયંતીલાલ ચનાભાઈ સૌદરવા, ઉ.વ.પ૦, રે. પાણીના ટાકા પાસે, કોમ્‍યુનીટી હોલ પાસે, નિકાવા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-ર-ર૦ર૩ના ફરીયાદી જયંતીલાલના રહેણાક મકાને સવારના અગીયાર વાગ્‍યાથી બપોરના અઢી વાગ્‍યા દરમ્‍યાન કોઈ અજાણ્‍યા ચોર ઈસમે મકાનમાં પ્રવેશ કરી ઓસરીના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી બેડ રૂમમા આવેલ લાકડાના કબાટની તીજોરીમાં રાખેલ ફરીયાદીના બચતના રોકડા રૂ.ર૩૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂ પીવા બાબતે બઘડાટી

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં સંજયભાઈ જીવરાજભાઈ મકવાણા, ઉ.વ.ર૪, રે. મોટી માટલી ગામે ફરીયાદી સંજયભાઈ આરોપી દિલાવર ઉર્ફે ભુરો શંકરભાઈ સંગાડિયા પાસેથી દેશી દારૂ લઈ પીતા હોય જેથી ફરીયાદી સંજયભાઈએ આરોપી દિલાવર ઉર્ફે ભુરો પાસે દેશી દારૂ લેવા ગયેલ હોય ત્‍યારે આરોપી દિલાવર ઉર્ફે ભુરો એ દારૂ આપવાની ના પાડી ફરીયાદી સંજયભાઈને ગાળો આપેલ હતી જે બાબતે ફરીયાદી સંજયભાઈએ બીજે દિવસે આરોપી દિલાવર ઉર્ફે ભુરો એ ફરીયાદી સંજયભાઈને કહેલ કે તુ મને ગાળો કેમ આપતો હતો જેથી આરોપી દિલવાર ઉર્ફે ભુરો એ ફરીયાદી સંજયાઈને કહેલ કે તને ગાળો આપીશ તારાથી શું થાશે એમ કહી ફરીયાદી સંજયભાઈને ભુંડા ગાળો બોલી માથાકુટ કરેલ હોય અને આરોપી દિલાવર ઉર્ફે ભુરો એ તેના હાથમાં રહેલ લોખંડના ધારીયાનો એક ઘા ફરીયાદી સંજયભાઈને ડાબા હાથમા કોણીથી નીચેના ભાગે મારી લોહી લુહાણ કરી હાથમાં ફેકચર જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

યુવાને ઝેરી દવા પી લેતા મોત

અહીં વિશાલ હોટલ પાસે, ઓવરબ્રીજ નીચે સર્વીસ રોડ કપિલ હેર આર્ટ પાસે રહેતા નાથાભાઈ મનજીભાઈ રાઠોડ, ઉ.વ.૬પ વાળા એ સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૭-ર-ર૦ર૩ના મરણજનાર કમલેશભાઈ ગોકળભાઈ જગતીયા, ઉ.વ.૩ર, રે. અંધાશ્રમ પાસે, શીવહરી હોટલ પાસે, જામનગરવાળા કોઈ અગમ્‍ય કારણોસર પોતાના સસરાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર માં જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં લાવતા મરણ થયેલ છે.

(1:34 pm IST)