Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

દેવભુમી દ્વારકા જીલ્લામાં વ્‍યાજખોરો સામે કેસ મુદે ઇન્‍કમટેકસ અને ઇ.ડી. વિભાગને જાણ કરાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૯ : રાજકોટ રેન્‍જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવનાં માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશકુમાર પાંડે દ્વારા મોટા વ્‍યાજખોરી સામેનો કેસોમાં ઇન્‍કમટેકસ તથા ઇ.ડી.ને આ ગેરકાયદે વ્‍યવહારોની આર્થિક પ્રવૃતિઓની માહિતી તથા જાણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વ્‍યાજખોરો સામે કડક કાર્યવાહીનાં ભાગરૂપે ફરિયાદ ધરપકડ જામીન પર ના છટે તે માટે પ્રયાસો રીમાન્‍ડ, જેલ હવાલે કરવાની સાથે બે નંબરનું ટ્રાન્‍ઝેકશન જેમાં લાખો રૂપિયા તો વહીવટ થયો હોય તેની તમામ જાણકારી પણ ઇન્‍કમટેકસ તથા ઇ.ડી.  વિભાગને મોકલવામાં આવી છે. જેથી આગળની કાર્યવાહી તેમના દ્વારા પણ થઇ શકે.

(1:18 pm IST)