Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અમેરીકા-ઇન્‍ડીયા ફાઉન્‍ડેશનનાં સહયોગથી નગર પ્રાથમીક શિક્ષણ સમીતી-અમરેલીની ત્રણ શાળાઓનાં ધોરણ-૭ના વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ

અમરેલીઃ જીલ્લા શિક્ષણાધીકારી લતાબેન ઉપાધ્‍યાય નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના ચેરમેન તુષારભાઇ જોષી, શાસનાધિકારી હિરેનભાઇ બગડા, અગ્રણી ઉદ્યોગપતિ ભદ્રેશભાઇ લાખાણી નગર પાલીકાના પ્રમુખ પ્રતિનિધિ ચંદુભાઇ રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા ઉપસ્‍થિત રહયા. અમેરીકા-ઇન્‍ડીયા ફાઉન્‍ડેશન દ્વારા અમરેલી જીલ્લાની ૮૦ શાળાઓ પસંદ કરેલ છે. જેમાં અમરેલી શહેરમાં ૪ શાળા પસંદ કરેલ. આ ફાઉન્‍ડેશનના ચેરમેન ભરતભાઇ દેસાઇ આ ટેબલેટનાં દાતાશ્રી છે અને દીપશાળા પ્રોજેકટ અંતર્ગત જેસીંગપરા કુમારશાળા, જેસીંગપરા કન્‍યાશાળા, રોકડીયાપરા પ્રા.શાળામાં ધોરણ-૭માં અભ્‍યાસ કરતા બાળકોને ર૧ મી સદીમાં ડીઝીટલ માધ્‍યમથી ગણીત-વિજ્ઞાન જેવા વિષયોનો અભ્‍યાસ સરળ બને તે હેતુથી ૧૩૧ જેટલા ટેબલેટ વિતરણ કરાયા. આ કાર્યક્રમમાં અધ્‍યક્ષ સ્‍થાને અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી, જીલ્લા શિક્ષણાધીકારી લતાબેન ઉપાધ્‍યાય, નગરપાલીકાના પ્રમુખ પ્રતિનિધિ ચંદુભાઇ રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા, નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના ચેરમેન તુષારભાઇ જોષી, નગર સેવક સંદીપભાઇ માંગરોળીયા, અગ્રણી ઉદ્યોગપતી ભદ્રેશભાઇ લાખાણી, શાસનાધિકારી હિરેનભાઇ બગડા સહીત શાળાના આચાર્ય , શિક્ષકો અને વાલીઓ ઉપસ્‍થિત રહયા હતા. આ ઉપરાંત અમરેીકા-ઇન્‍ડીયા ફાઉન્‍ડેશનના પાથર, પુનમબેન ભગત તથા જીતુભાઇ ઉપસ્‍થિત રહયા હતા.

(1:17 pm IST)