Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

લીલીયાના ગોઢાવદરમાં ખેડૂત ઉપર બુકાનીધારી ૩ શખ્‍સોનો હુમલોઃ રોકડ-મોબાઇની લૂંટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૯ : લીલીયાના ગોઢાવદરમાં ખેડુત અશોકભાઇ મધુભાઇ ગજેરા રાત્રીના પોતાના ખેતરે આશરે ગામથી થોડે દુર ૧ર-૩ મીનીટના સમયે રવિપાક ઘઉંમાં પાણી વાળી રહ્યા હતા તેમાં ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ મોઢે કાળુ કપડુ બાંધીને આવીને અશોકભાઇ ગજેરા ઉપર હુમલો કરી મુઢ માર માર મારી અને રૂપિયા ૧૭૦૦ રોકડ રકમ અને પોતાનો વિવો કંપનીનો મોબાઇલ રૂપિયા ૭૦૦૦ હજારની કિંમતનો લઇને નાસી ગયા છે. અશોકભાઇ ગજેરાએ ભાગીને પોતાનો જીવ બચાવીને ઘરે જાણ કરી ગામમાં રાત્રીના સમયે ખેડુત વહુ કે પાણી વાળવા જવા માટે ડરનો માહોલ છવાયો છે અને લીલીયા પોલીસમાં આ અંગે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ફરીયાદ

ચલાલાના દાનેવ સોસાયટીમાં રહેતા પારૂલબેન ઉર્ફે પાર્વતીબેન પંકજભાઇ પરમાર રહે.હાલ જુની  હળીયાદને તેના પતી પંકજ કેશુભાઇ પરમાર, સાસુ મંજુલાબેન, સસરા કેશુભાઇ અને પ્રદિપભાઇ સહિત ચાર સાસરીયાએ કામકાજ અને કરીયાવર બાબતે ત્રાસ આપ્‍યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

ટ્રેકટરની ચોરી

વિઠલપુર ખંભાળીયા ગામે રહેતા રાજેન્‍દ્રભાઇ દુદાભાઇ ચાવડાએ તેમના ઘર પાસે રાખેલ ટ્રોલી સાથેનું ટ્રેકટર નં.જીજે૧૪ યુ ૭પપપ કિ. રૂા.ર,૬૦,૦૦૦ ને કોઇ અજાણ્‍યો ચોર હંકારી લઇ ગયો હોવાની પોલીસ ફરીયાદ થવા પામી છે.

ચોરી

રાજુલા તાલુકાના મોટીખેરાળી ગામે બાબરીયાધાર રોડ ઉપર રહેતા દામજીભાઇ પ્રેમજીભાઇ ગોહીલ તા. રર જાન્‍યુઆરીના સવારે ૯-૩૦ થી ૧ વાગ્‍યા દરમિયાન ગામમાં ચણતર કામ કરવા ગયા ત્‍યારે પાછળથી તેના મકાનની દિવાલ ઠેકી રૂમના તાળા તોડી અંદર કબાટના તાળા તોડી રોકડ રકમ અને ઘરેણા મળી રૂા. ૧,૩પ,પ૦૦ નો મુદામાલ ચોર ચોરી ગયાની ફરીયાદ દાખલ કરેલ છે

(1:16 pm IST)