Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જેતપુરમાં પાલીકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

માત્ર લારી-ગલ્લા જ હટાવાશે કે મોટા બાંધકામો પણ તોડશે?

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ :.. શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે પેશકદમી કરવામાં આવી રહી હોય. પાલીકા દ્વારા અગાઉ નોટીસ પાઠવેલ પરંતુ કોઇ કારણોસર તે નોટીસની અમલવારી થઇ શકી નહીં. બાદ શહેરના મુખ્‍ય માર્ગો પર લોકોને ચાલવા માટે ફુટપાથ બનાવવામાં  આવેલ પરંતુ ત્‍યાં લોકોને ચાલવાને બદલે દુકાનદારોને જાણે ફેસેલીટી મળી ગઇ હોય તેમજ દુકાન ફરતી બહાર ફુટપાથ ઉપર પોતાની દુકાન થકી પેશકદમી કરી છે. આ દબાણ હટાવવા પાલીકાની ટીમ દ્વારા ગઇકાલે ઝૂંબેશ હાથ ધરવામાં આવતા જુનાગઢ રોડ પર કોલેજ પાસે ફુટપાથ ઉપર કાયમી દબાણ કરેલ. લોકોના દબાણ હટાવ્‍યા હતાં.

જો કે તેની સામે પણ દુકાનદારોએ પેશકદમી કરેલ છે રોડ ઉપર પોતાના બોર્ડ રાખે બાદ વાહનો પાર્કીંગ કરાવે છે. આ મુજબ હાઇવે હોય અહીં વાહન વ્‍યવહાર ચાલુ જ હોય છતાં કોઇ પગલા લેવાતા નથી. અહીં બેંક આવેલ હોય ત્‍યાં કોમ્‍પ્‍લેક્ષમાં પાર્કીંગની કોઇ જ વ્‍યવસ્‍થા નથી માટે લોકો રસ્‍તા ઉપર પાર્કીંગ કરી દે છે. જેથી લોકોમાં ચર્ચાઓ ઉઠી છે કે તંત્ર માત્ર નાના લારી - ગલ્લા વાળાઓને હટાવી કાર્યવાહી કર્યાનો સંતોષ માનશે કે અન્‍ય વિસ્‍તારોમાં પણ કામગીરી કરશે.

(1:06 pm IST)