Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જસદણના સાણથલી ગામે ઝાડની ડાળી પડતા વૃધ્‍ધ ધીરૂભાઇ વેકરીયાનું મોત

(હસમુખ વાસાણી દ્વારા) સાણથલી,તા.૯ : જસદણના સાણથલી ગામે ઝાડની ડાળી પડતા વૃધ્‍ધનું મોત નીપજ્‍યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર સાણથલી ગામના ધીરુભાઈ વેકરીયા પોતાની વાડી જે મેઘપર ગામના  સીમાડે ખીજડા વાળા ખેતરમાં મજુર થી ઝાડ ની ડાળી કપાવતા હતા દરમિયાન ઝાડની ડાળી માથે પડતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેમને તાત્‍કાલિક ગોંડલ ક્રિષ્‍ના હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યા હતા ડોક્‍ટરે તેમને મળત જાહેર કરતા ગોંડલ સરકારી હોસ્‍પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવેલ હતા આ બનાવ અંગે ગોંડલ પોલીસે જરૂરી કાગળો કરીને  આ બનાવની તપાસ આટકોટ પોલીસ  દ્વારા હાથ ધરી છે.

(12:58 pm IST)