Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

પોરબંદર પાસે ચાંડેશ્વર-ધીંગેશ્વરમાં બંધ શીવરાત્રીના પરંપરાગત લોકમેળા પુનઃ ચાલુ કરવા માંગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯:  સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં  ચૈત્રી નવરાત્રી અને આસો માસની નવરાત્રીને પ્રાધાન્‍ય આપે છે. ચૈત્ર માસમાં દેવી શકિત ભકત સાધન નવ દિવસનું અનુષ્‍ઠાન કરે છે. તે રીતે આસો માસમાં શરદ નવરાત્રી શકિત ઉપાસનાનું પ્રધાન્‍ય છે. ઉપરાંત મહાવદ ૧૩/૧૪ ના દેવાધીદેવ મહાદેવનું પર્વ શિવરાત્રી-મહાશિવરાત્રીનું પર્વ ઉજવાય છે. જે લગભગ તમામ સામાન્‍ય વર્ગને પણ સ્‍પર્શ કરે છે. શિવભકતો ફુલહાર-ઉપવાસ કરી અખંડરાત્રી જાગરણ કરી પોતાનું ઇષ્‍ટ સાધના કરી શ્રેય મેળવે છે. મહાશિવરાત્રી પહેલા પંદર દિવસે વિશ્વકર્મા જયંતી યાને જગત પિતા બ્રહ્માજીનો ઉત્‍સવ જન્‍મ-ઉજવણી કરાય છે. શ્રમીક વર્ગો નિર્માણ કરનાર કારીગરોનો તહેવાર છે.

વિક્રમ સવંત ર૦૭૯ના મહાવદ ૧૩ શનિવાર શનિપ્રદોષ મહાશિવરાત્રી -શિવપુજન (નિશિથકાલ રાત્રે ૧ર.ર૮ થી ૧.૧૬ સુધી) સૌર વસંતઋતુનુ પ્રારંભ શિવઉપાસક ભકતો માટે અખંડ જાગરણ ઉતમ આ મહાશિવરાત્રી ઉત્‍સવનો કોરોના કાળ પછી અનેરો ઉત્‍સાહ શિવભકતો શિવમંદિરોના પુજારીમાં અને લોકોમાં જોવા મળે છે.

જેઠવંશી સ્‍વર્ગસ્‍થ રાજવીઓ પ્રથમ પુષ્‍ટી માર્ગીય વૈષ્‍ણવ ધર્મી હતા. અને રાજય દ્વારા શીતલા ચોક પંચહાટડી જલારામ મંદિર, લંકેશ્વર મહાદેવ મંદિર શ્રીનાથજી બાલાવાડી હવેલી અને જુના દરબારગઢ પાસે રાજમાતા બાની પુષ્‍ટી માર્ગીય હવેલી આવેલ  છે. નવી હવેલી અથવા બામા (રામબા) સાહેબની હવેલીથી ઓળખાય છે. તેઓશ્રીની સેવા સ્‍વરૂપ ઠાકોર બાલકૃષ્‍ણ સ્‍વરૂપ છે. પધરાવેલ અને લોકાર્પણ કરે છે. હવેલીમાં નિયમીત સમય દર્શન થતા હોય છે. બિરાજમા ઠાકોરજી મુર્તિ સેવા બાલાસ્‍વરૂપની હોય છે. જન્‍મથી દશ વરસની ઉંમર સુધીના બાલ ભાવની સેવા કરાય છે. જેથી સળંગ દર્શન થતા નથી. જે તે સમયે પોરબંદરના સ્‍વર્ગસ્‍થ જેઠવા વંશી રાજવી નિયમ અનુસાર દર્શન કરવામાં મોડા પડતા હવેલીના મુખ્‍યાજીને મંદિરમાં ઠાકોરજી બિરાજમાન હતા તે દ્વાર ખોલવા જણાવેલ. મુખ્‍યાજીએ નીડરતાથી જણાવેલ  કે રાજભોગ થઇ ગયા છે,  ઠાકોરજી પોઢી ગયા છે. તેમને જગાડશો નહી શ્રમ પડે સંધ્‍યા દર્શનમાં પધારી દર્શન કરાવા વિનંતી સાથે જણાવેલ. આ તો રાજવી સાથેના પ્રધાનમંત્રી કે અન્‍ય વ્‍યકિત હતા તેમણે જણાવેલ કે વૈષ્‍ણવ સંપ્રદાયમાં આ રીત હોય તો ચોવીસ કલાક જાગૃત ભોળા સદાશીવ મહાદેવ ચોવીસ કલાક જાગૃત રહે  છે. મહાદેવને ઇષ્‍ટદેવ તરીકે સ્‍વીકારો  મંત્રીશ્રીની સલાહ માગદર્શનથી પોરબંદરના જેઠવા વંશી રાજવીએ શિવ ધર્મ અંગીકાર અપનાવ્‍યો ત્‍યારથી પોરબંદરના રાજવી શિવધર્મ પાળે છે. સ્‍વ.મહારાણા સુલતાજી વૈષ્‍ણવ ધર્મ હતા અને વ્રજ ભાષાના કવિપણ હતા.

 હાલ પોરબંદર અને સંયુકત નગર પાલીકા તીકે છલ્લા બે વરસ કરતા વધુ સમય કે તેમની આસપાસ સંયુકત ભરી જોડાયેલ છે અને છાંયા ઉપનગર પોરબંદરનો એક મહત્‍વપુર્ણ બની જતા ઉપનગર છાંયા બની ગયેલ. જયારે રતનપર ગામનો સિમાડો ધાર પોરબંદર તાલુકામાં છે. ભવિષ્‍યનું તે પણ ઉપનગર છે. હાલ તો તાલુકા અને જીલ્લાના નકશામાં છે. સર્વે નં.માં આવે છે. રેવન્‍યુ રાહે તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સાથે વહીવટી વહેવાર ધરાવે છે. ચાડેશ્વરની જ છત્ર છાયામાં નાગનાથ પ્રાચીન ડેરી મંદીર આવેલ છે. જે પોરબંદર વેરાવળ કોસ્‍ટલ હાઇવે ૮-(ઇ) પ (પાંચ) કિલોમીટર માઇલ સ્‍ટોન પાસે ખાડમાં આવેલ છે. રોડ નીચે છે. સિધ્‍ધહસ્‍ત સાધુનો દુધો છે ખુલ્લો પટ્ટ મેદાન છે.

આ બંને સ્‍થળ એટલે કે પ્રાચીન પૌરાણીક ચાડેશ્વર મહાદેવ તથા નાગનાથ યાને નાગડેરી તેમજ ચાડેશ્વર સમીપ સામે ધીંગેશ્વરને પર્યટક સ્‍થળે વિકસાવવામાં આવે તો પોરબંદર અને તેની આસપાસ રહેતા નાગરીકો તેમજ પ્રવાસીઓને ભરપુર કુંદરતી સૌંદર્યતા માણવા સુનહરી અવસર મળે સાથોસાથ છાંયા રતનપરનો વિકાસ થાય. પોરબંદર વિસ્‍તારના ધાારસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા, તથા સાંસદ રમેશભાઇ ધડુક તેમજ રાજય સભાના સભ્‍ય શ્રી રામભાઇ મોકરીયા પક્ષાપક્ષીનું અંતર બાજુમાં એ રાખી બતાવેલ સ્‍થળોએ ચાડેશ્વર ધિંગેશ્વર તથા નાગનાથ નાગડેરીનો વિકાસ કરે. અહી નયનરમ્‍ય બગીચા-ગાર્ડન બનાવવાની સાથે બાલ ક્રિડાંગણ પણ બની શકે છે. શહેરથી દુર ગણાય નહી. હાલ જાહેર રજાના દિવસો રવિવાર કે વાર તહેવાર કુદરતી સૌંદર્ય માણવા અને તન અને મનની શાંતી માટે અરબી સમુદ્ર કિનારે આવેલ રંગબાઇ માતાજી મંદિર પર્યટક તરીકે લાભ લ્‍યે છે. અહી ધ્રાબા પણ છે. તેના રતા આ બંને સ્‍થળ તદન નજીક તન-મનને તંદુરસ્‍તી આપનાર છે. જીલ્લા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી ગ્રામ્‍ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પણ નિસ્‍વાર્થ રીતે વિચારી સંકલન કરી સરકારશ્રીમાં યોગ્‍ય રજુઆત કરતા પોરબંદર વિકાસ નકશામાં મોરપીંછ બની રહેશે.

આ ઉપરાંત પોરબંદર અને આસપાસ રહેતા છાયા રતનપર નજીક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા શહેરી ગ્રામ્‍ય જનો નુતન વરસના પ્રારંભ પછી કારતક વદ ૧૧ તુલસી વિવાહ બાદ લગ્ન પ્રસંગે યોજાયેલ હોય તે પરીવારના સભ્‍યો ગાડા જોડી નવદંપતી સાથે સગા સબંધીઓ મહા શિવરાત્રીના પુર્વ દિવસે ઉજવણી કરવા જતા આખો દિવસ રોકાય ભોજન સમારંભ યોજે છે.

મહાશિવરાત્રી પર્વ પર ચાડેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. પાંડવ સમયનું ગણાય છે. તેવી દંતકથા છે. આધાર ભુન માહીતી નથી. શ્રધ્‍ધાળુ શિવભકતો ચાંડેશ્વર મહાદેવની પુજાની ટેક રાખી વહેલી સવારે નિત્‍યક્રમ પ્રમાણે આવે છે. તેમની સામે ચાડેશ્વર મહાદેવ ખેતર વિસ્‍તારમાં છે. તે કેમ્‍પસમાં એક સિધ્‍ધ તપસ્‍વી સાધુની સમાધી આવેલ છે. જે ચમત્‍કારી ગણાય છે. જુની પેઢીના વડીલોની જાણકારી દંતકથા પોરબંદરની કરે છે.

જયારે બીજો પર્યાય મુદ્દો ઉતર ગુજરાત પાટણના ભુદેવ દામોદરને ધુરલીના રાજા બાષ્‍કલ દેવ યાને બાખ્‍ખુજી મહારાજે દાન આપેલ. ચરણી ગામજનો સાંજ સુધી રોકાય. કુદરતી સ્‍વયંભુ લોકમેળાનું આયોજન થાય રાસ ગરબાની રમઝટ બોલે નિર્દોષ આનંદ મહાશિવરાત્રી પર્વ પર ચાડેશ્વર ધીંગેશ્વર સ્‍વયંભુ ઉજાણી લોકમેળા કરવા ઉભરાતા એ દિવસોની સુનેહરી યાદ વડીલો દ્વારા જાણવા મળે છે. હાલ પરિવર્તન આવેલ યાંત્રીક યુગ આવેલ છે. તે સાથે પરિવર્તન પણ આવવા લાગે છે.

આજની નવી પેઢી સંસ્‍કૃતિ સાથે આનંદ ઉલ્લાસ ધર્મભાવનાથી સંકળાયેલ છે. સંકળાતી જાય છે. તેમજ પોરબંદર જીલ્લા તાલુકા વિસ્‍તારમાં અનેક એવી સંસ્‍થાઓ ગ્રામ્‍ય વિસ્‍તાર સહીત કાર્યરત છે કે જે માનવસેવા અને પશુ સેવાની સાથે સંકળાયેલ છે. આવી સંસ્‍થાઓ દ્વારા અથવા સ્‍થાનીક સ્‍વરાજની સંસ્‍થાઓ દ્વારા પોરબંદર છાંયા રતનપર વચ્‍ચે આવેલ પ્રાચીન પૌરાણીક ચાડેશ્વર ધીંગેશ્વરમાં મહાશિવરાત્રી પર્વ ત્રિ દિવસ કે એક દિવસ લોકમેળાનું આયોજન કરી વિકાસ સેવાકાર્ય માટે મેળવવા આવક મેળવી સેવાકીય ધ્‍યેય કરવં જોઇએ.

(12:50 pm IST)