Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

પોરબંદર જિલ્લાના ખેડૂતો તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે

પોરબંદર,તા. ૯: જિલ્લાના ખેડૂતો આ મહિનાની તા. ૨૮ મી સુધી તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે.

 

જિલ્લાના ખેડૂતો તા. ૨૮ સુધી તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ખરીફ/ રવિ પાકમાં તુવેર પાક માટે રૂા. ૬૬૦૦ અને ચણા પાક માટે રૂા. ૫૩૩૫ ટેકાના ભાવ પ્રતિ ક્‍વિન્‍ટલ નક્કી કરાયો છે. જેની ખરીદી તા. ૧૧ માર્ચથી શરૂ કરવામાં આવશે.

આ ખરીદીમાં તા. ૨૮ ફેબ્રુઆરી સુધી ગ્રામ્‍ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્‍દ્રો મારફતે ખેડૂતોની નોંધણીના ઇ-ગ્રામ કેન્‍દ્રો પર કરવામાં આવશે. ટેકાના ભાવે ખેતપેદાશનું વેચાણ કરવા માટે ઇચ્‍છુક ખેડૂતે જરૂરી જમીન ધારકતા માટે ગામ નમુના નંબર ૭ અને ૮-અ, ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ તેમજ પાક વાવણી અંગેના પુરાવા માટે ગામના નંબર ૭-૧૨ અથવા તલાટીનો વાવેતર અંગેનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ અને કેન્‍સલ ચેક પોતાની સાથે લઇ જવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

 

 

(1:43 pm IST)