Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

પોરબંદરમાં સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કુલોના આચાર્યોની બેઠક મળીઃ બોર્ડની પરીક્ષાઓ સહિત વિષયોની ચર્ચા થઇ

પોરબંદર, તા., ૮: જીલ્લાની સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કુલોના આચાર્યની બેઠક શિક્ષણ સુધારણા અંતર્ગત માલદવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલીત ડો.વી.આર.ગોઢાણીયા સ્‍ંકુલ ઓડીટોરીયમ ખાતે  જીલ્‍લા શિક્ષણાધીકારી કચેરી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવેલ. 

પ્રારંભમાં ગોઢાણીયા બીએડ કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો.એ. આર.ભરડાએ જણાવ્‍યું હતુ કે રાષ્‍ટ્રીય શિક્ષણનીતીનો અમલ થવા જઇ રહયો છે ત્‍યારે ટ્રસ્‍ટ દ્વારા ટ્‍સ્‍ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીએ આર્ટીફીશીયલ એન્‍ટેલીજન્‍સ મશીન લર્નીગ જેવી ટેકનોલોજી આવી રહી છે તે સંદર્ભે આ વિશ્વના દેશો સાથે શિક્ષણમાં તાલમેલ સાધી શકે તે માટે આ ઓડીટોરીયમનું નિર્માણ થયું છે ત્‍યારે આ બેઠક આ હોલમાં મળે છે તેનો આનંદ વ્‍યકત કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.

જીલ્‍લા પ્રાથમીક-માધ્‍યમીક વિભાગના જીલ્લા શિક્ષણાધીકારી શ્રી કે.ડી. કણસાગરાએ બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપે તે જરૂરી લેખાવીને દરેક શાળા પોતાની શાળામાં ધો.૧૦-૧રના વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્‍પીકર બોલાવી વિદ્યાર્થીઓનો ભય દુર થાય નિર્ભયપણે પરીક્ષાઓએ તેવી શીખ આપી હતી.

ડી.ઇ.ઓ. કચેરીના વર્ગ-ર ના અધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાએ આચાર્યને વહીવટી અને શિક્ષણનું તલસ્‍પર્શી જ્ઞાન હોવુ જોઇએ આ જ્ઞાન માટે સતત અભ્‍યાસુ આચાર્ય પોતાની શાળાની સમસ્‍યાઓ સુલજાવી શકે.

આ બેઠકમાં બોર્ડની પરીક્ષાઓ બાળકો નિર્ભયપણે આપે, પોરબંદર જીલ્લાનું વર્ઝન ર૦૪૭ બાળકોની સલામતી, આરટીઆઇ ધારો, રાષ્‍ટ્રીય શિક્ષણ નીતીનો અમલ, તેમજ જ્ઞાન સેતુ પ્રોજેકટ પર વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જ્ઞાનસેતુ ડે સ્‍કુલ્‍સ ગુગલ પર વેબસાઇટ પર વિશેષ માહીતી શાળાઓને મળી રહેશે તે જોવાની વિશેષ માહીતી શાળાઓને મળી રહેશે. તે જોવાની શીખ આપી હતી.

આ બેઠકમાં ડીઇઓ કચેરીના એજયુકેશન ઇન્‍સ્‍પેકટર (ઇ.આઇ.વર્ગ-ર) ના અધિકારી ડો.હર્ષવર્ધનસિંહ જાડેજા, કેળવણી કાર ડો.એ.આર.ભરડા, ઇંગ્‍લીશ મિડીયમ સ્‍કુલના આચાર્યા ભાવનાબેન અટારા, ડીઇઓ કચેરીના કર્મચારીઓ શ્રધ્‍ધાબેન વાસણ, રાહુલભાઇ તેમજ ટ્રસ્‍ટના મંગત સેક્રેટરી કમલેશભાઇ થાનકી, શ્રી વિશાલ ગઢવી સહીત પોરબંદર જીલ્લાની સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કુલોના આચાર્યો અને તેમના પ્રતિનિધિ બહોળી સંખ્‍યામાં હાજર રહીને આવી શિક્ષણ સુધારણાની બેઠકોને આવકારી હતી.

 

પોરબંદરમાં મીશ્ર હવામાન

પોરબંદર તા. ૯ :.. દિવસ દરમિયાન ઉનાળા જેવુ વાતાવરણ અને મધ્‍ય રાત્રી બાદ હળવો ઠાર રહે છે. ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૩.૪, સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ૧૩.૬ સે.ગ્રે. ભેજ પ૬ ટકા હવાનું દબાણ ૧૦૧૪,૧ એચ. પી. એ. સૂર્યોદય ૭.ર૬ તથા સૂર્યાસ્‍ત ૬.૪પ મીનીટે.

(1:51 pm IST)