Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મુંદરાના લુણીના શ્રી લુણંગધામનાં શૈક્ષણીક સંકુલને તારાચંદભાઇ જગશીભાઇ છેડા નામાકરણ

શૈક્ષણીક સંકુલના વિકાસ માટે અનશનવ્રતધારી તારાચંદભાઇ જગદશીભાઇ છેડા પરિવાર માતબર રકમનું અનુદાન અપાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯: સમાજનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલ સાક્ષરતા અભિયાનની પહેલને અનુસરીને મુંદરા તાલુકાના લુણી ગામના શ્રી લુંણગધામ મધ્‍યે શ્રી અખિલ કચ્‍છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્‍ટ દ્વારા સંચાલીત અનશનવ્રતધારી તારાચંદભાઇ જગશીભાઇ છેડા માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિદ્યાભવનમાં ધોરણ ૧ થી ૧ર માં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ મળીને હાલમાં ૧૯૩ બાળકો વિના મુલ્‍યે શિક્ષણ મેળવી રહ્યા છે.

આ શૈક્ષણીક સંકુલમાં નવા વર્ગખંડની જરૂરત જણાતા નવા વર્ગખંડ માટે તેમના પરિવારના હંસાબેન તારાચંદભાઇ છેડા, જયેશભાઇ છેડા અને જીગરભાઇ છેડાના હસ્‍તે ટ્રસ્‍ટના પ્રમુખ કિશોરભાઇ પીંગલને રૂ. ૧પ લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્‍યો. આ પ્રસંગે કચ્‍છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેન કેશવજીભાઇ રોશીયા, ટ્રસ્‍ટના મહામંત્રી ડો. એલ. વી. ફફલ, ખજાનચી ખેતશીભાઇ નંજાર તથા ટ્રસ્‍ટના હોદેદારો, કારોબારી સભ્‍યો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે જીગર તારચંદભાઇ છેડાએ જણાવ્‍યું હતું કે મારા પૂજય પિતાશ્રીએ શરૂ કરેલ સેવાકીય કાર્યો તેમના આશીર્વાદથી અવિરતપણે ચાલુ રહેશે. ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણીક ક્ષેત્રના વિકાસ માટે અમારા પરિવારને વિદ્યાદાનનો આ મહામુલો લાભ આપવા બદલ ટ્રસ્‍ટનો આભાર માન્‍યો હતો.

આ પ્રસંગે વિનોદભાઇ ચાવડાએ જણાવ્‍યું હતું કે અમારા વડીલ મુરબ્‍બી, અનશનવ્રતધારી તારાચંદભાઇ છેડાએ શરૂ કરેલ અનેકવિધ સેવાકીય કાર્યો તેમના પરિવાર દ્વારા આગળ વધારી અને સામાજિક ક્ષેત્રે આપવામાં આવતા યોગદાન બદલ આનંદની લાગણી વ્‍યકત કરી હતી અને વધુમાં જણાવ્‍યું હતું કે આ વિદ્યાભવનમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓએ અભ્‍યાસ ક્ષેત્રે ઉચ્‍ચ સિધ્‍ધી મેળવી પોતાનું, પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કરી આપણા દેશના માન. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબના સ્‍વપ્‍નના વિકાસશીલ ભારતના નિર્માણમાં યોગદાન આપવા જણાવ્‍યું હતું. ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી કિશોરભાઇ પિંગલએ અનશનવ્રતધારી તારાચંદભાઇ છેડાના પીરવારની દિલેરીને બિરદાવી ટ્રસ્‍ટ વતી તેમનો આભાર માન્‍યો હતો. (૭.ર૪)

(12:40 pm IST)