Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

હળવદમાં વિદેશી દારૂના ગુનામાં ફરાર રોહીત માકાસણા લાલપરમાં ઝડપાયો

મોરબી એલ.ઓ.જી.એ દબોચ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૯: હળવદ પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે લાલપર ગામે તેના સગાના ઘરેથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગત મુજબ મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રોહિત ભાણજી માકાસણા નામનો ઇસમ મોરબી તાલુકાના લાલપર ગામે વિશાલદીપ સોસાયટીમાં રહેતા તેના મામા બેચરભાઈ કેશાભાઇ પટેલના ઘરે આવ્‍યો હોય જે બાતમીને પગલે એસઓજી ટીમે સ્‍થળ પર તપાસ કરતા આરોપી રોહિત ભાણજીભાઈ માકાસણા રહે ચરાડવા તા. હળવદ વાળાને ઝડપી લીધો હતો અને હળવદ પોલીસ સ્‍ટેશનને સોપવા આગળની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડયા, પીએસઆઈ કે આર કેસરિયા, એમ.એસ. અંસારી, રણજીતભાઈ બાવડા,  સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજિયા, શેખાભાઈ મોરી, મહાવીરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, આશીફભાઈ રાઉંમાં, કમલેશભાઈ ખાંભલીયા અને અશ્વિનભાઈ લોખીલ સહિતની ટીમ જોડાયેલ હતી.

(12:39 pm IST)