Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ભાવનગરના કંથારીયા ગામમાં ત્રણ મણ કપાસની ચોરી

ભાવનગર,તા. ૯: વલભીપુર તાલુકાના કંથારીયા ગામમાં રહેતા નરશીભાઈ જેરામભાઈ સાકરીયાની વાડીમાં મજૂરોએ કપાસ વીણીને આશરે ત્રણ મણ કપાસની બે ગાસડીઓ કિ.રૂ. ૪૫૦૦ ખેતરના શેઢે રાખી હતી જે કોઈ અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે નરશીભાઈ સાકરીયાએ અજાણ્‍યા તસ્‍કરો વિરુદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. (૨૨.૧૧)

(12:36 pm IST)