Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સૌરાષ્‍ટ્ર લેઉઆ પટેલ યુવા સમાજ રાજકોટ સંચાલીત ચિંતા બેંકનો શનિવારે ઉપલેટામાં શુભારંભ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૯ : ગીતા ચેરીટેબલ ટ્રસ્‍ટ વર્ષો ફાઉન્‍ડેશન સૌરાષ્‍ટ્ર લેઉઆ પટેલ યુવા સમાજ રાજકોટ સંચાલીત ચિંતા  બેંકનો અહિંના અમી ગોલ્‍ડન કોમ્‍પલેક્ષ ખાતે શનિવારે સવારે ૯ વાગ્‍યે શુભારંભ થઇ રહ્યો છે. આ તકે એક સન્‍માન કાર્યક્રમનું પણ સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉન હોલ બાપુના બાવલા ચકો ખાતે સવારે ૧૦ થી ૧ર ના સમયે રાખેલ છે. જેમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક ધારાસભ્‍યો મહેન્‍દ્રભાઇ પાડલીયા, જયેશભાઇ રાદડીયા, ભુપતભાઇ ભાયાણી, ફાલ્‍કન ગ્રુપના કમલનયનભાઇ સોજીત્રા, નગરપતી મયુરભાઇ સુવા, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઇ ચંદ્રવાડીયા, સૌરાષ્‍ટ્ર સર્વોદય ટ્રસ્‍ટ, જૈન જાગૃતિ સેન્‍ટર, ખોડલધામ યુવા મંડળ, કડવા પટેલ સોશ્‍યલ ગ્રુપ, એનીમલ હોસ્‍ટેલની આગેવાનો, જીજ્ઞેશ વ્‍યાસ, લાલજીભાઇ રાઠોડ સહીતના સેવાભાવી આગેવાનોનું સન્‍માન કરવામાં આવશે આ કાર્યક્રમના મુખ્‍ય વકતા તરીકે ફાલ્‍કન ગ્રુપના કમલનયનભાઇ સોજીત્રા રહેશે આ કાર્યક્રમમાં જીલ્લાભરના રાજકીય સામાજીક સેવાકીય શૈક્ષણીક ધાર્મિક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ સહીતના ગામડાના સરપંચો સહકારી મંડળીના પ્રમુખો વિગેરે હાજર રહેશે કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ ઓફીસના ચેરમેન વિનુભાઇ દેશાઇ તથા ઉપલેટા ઓફીસના કમલેશભાઇ રામાણી, જયેશભાઇ પટેલ, ભરતભાઇ સોજીત્રા સહીતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છ.ે

 

(12:34 pm IST)