Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વાંકાનેરની દોશી કોલેજ તથા ગારીયા ગામનું ગૌરવ એન.સી.સી.ના કેડેટની આર્મીમાં પસંદગી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૯ : શહેરની એક માત્ર નમુનેદાર દોશી કોલેજ ખાતે ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘‘માં ભોમની રક્ષા'' માટે જઇ રહ્યા છે.

તાજેતરમાંજ આઠ વિદ્યાર્થીઓ પોલીસ તથા એસ.આર.પી.માં જોડાયેલ તાજેતરમાં રાજકોટ ખાતે લેવાયેલ આર્મીની પરીક્ષા જેમાં વાંકાનેર તાલુકાના ગારીયા ગામના વતની સરવૈયા રોહીતભાઇ વિનોદભાઇ એ ગ્રાઉન્‍ડ તેમજ મેડીકલ પાસ કરી એન.સી.સી.‘‘સી'' સર્ટીફીકેટ પરીક્ષા પાસ કરેલ હોવાના કારણે લેખીત પરીક્ષા આપવાની ન હોવાના કારણે ગ્રાઉન્‍ડ અને મેડીકલ પાસ કરી ડાયરેકટ આર્મી ભરતીમાં લાગી ગયેલ છે.

જે સરવૈયા રોહિતભાઇએ શ્રી દોશી કોલેજ તથા વાંકાનેરનું ગૌરવ વધારેલ છે. અને આ કેડેટને કેપ્‍ટન ડી. યોગેશભાઇ એ. ચાવડાએ માર્ગદર્શન તેમજ યોગ્‍ય તાલીમ પુરી પાડવામાં આવેલ હતી.

તે બદલ એન.સી.સી.કેડેટ સરવૈયા રોહિતભાઇ વિનોદભાઇ તથા કેપ્‍ટન ડો. યોગેશભમાઇ ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્‍ટીઓ, સેક્રેટરી આચાર્યઓ તેમજ કોલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્‍છા વ્‍યકત કરી હતી.

 

(12:27 pm IST)