Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઉનામાં ર બાઇકની ચોરીનો ભેદ ઉકેલાયોઃ આરોપી ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૯ :.. જુદી જુદી જગ્‍યાએથી થયેલી ર બાઇક ચોરીના આરોપી અમીર ફિદાભાઇ પંજવાનને પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

શહેરમાંથી જુદી જુદી જગ્‍યાએ થી બે મોટર સાયકલની ચોરી થયેલ હતી તેનો ભેદ ઉકેલવા ઉનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર એન. કે. ગૌસ્‍વામીની સુચના અને માર્ગદર્શન હેઠળ સરવલન્‍સસ્‍કવોડના એ. એસ. આઇ. ડી. એમ. પરમાર, પી. એચ. રાયજાદા જે. એલ. વાઘેલા અને પો. કો. કૌશિકસિંહ અરસીભાઇ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે માર્કેટીંગ યાર્ડ પાસે અમીર ફિદાભાઇ પંજવાન (ઉ. વ. પર) રે. ખોજા સોસાયટી વાળા પાસે હીરો કું.નું મોટર સાયકલ જીજે-૩ર-જે-ર૩૧ ના કાગળો માગતા ના બતાવતાં સંતોષકારક જવાબ આવ્‍યો નહોતો.

આગવી પુછપરછ કરતા તે ચોરી કરી કરેલ હોઇ અને વધુ તપાસમાં બીજી મોટર સાયકલ જીજે-૧૧-એમ.એમ.-ર૩૯પ પણ એસ. ટી. બસ સ્‍ટેન્‍ડના પાર્કીંગમાંથી ચોરી કર્યાની કબૂલાત આપતા કુલ બે મોટર સાયકલ રૂપિયા ૩પ૦૦૦ મુદામાલ સાથે ઝડપી ઉના પોલીસ સ્‍ટેશન લાવી ધરપકડ કરી ગણત્રીના કલાકોમાં મોટર સાયકલ ચોરીનો ગુનો ઉકેલી સફળતા મેળવી હતી. (પ-૮)

(12:23 pm IST)