Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

માતા સાથે બાળ દિપડાનો ભેટો ન થયો અને અંતે સેડયુઅલ ૧ નું પ્રાણી મોતને શરણે થયું!

ચોટીલાની ઘટનામાં નિષ્‍ણાંતો અને વાઇલ્‍ડ લાઇફ પ્રેમીને અજાણ રખાયા!

(હેમલ શાહ)ચોટીલા,તા. ૯ : ચોટીલા પંથકમાં ટીખળ ખોરોનો ભોગ બનેલ માતા થી વિખુટા પડેલ બાળ દિપડાને તેની માતા સાથે ભેટો કરાવવામાં વન વિભાગને સફળતા સાપડેલ નથી અને વિરહની વેદનામાં સેડ્‍યુઅલ વનનું પ્રાણી મોતને શરણે જતા વન્‍ય પ્રેમીઓમાં સમગ્ર ઘટનાને લઈને અરેરાટી ફેલાઈ છે.

ચોટીલાના અનેક જંગલ વિસ્‍તારમાં દિપડા જેવા પ્રાણીઓનો વસવાટ છે અવાર નવાર જંગલ બહાર પણ આવી જતા હોવાની ઘટનાઓ સામાન્‍ય છે ત્‍યારે એકાદ માસનો માતાથી વિખુટો પડેલ બાળ દિપડાને રસ્‍તા ઉપરથી ઉઠાવી તેની સાથે વિડીયો ફોટા ઉતારી સોસ્‍યલ મિડીયામાં ચડાવી વટ પાડી કેટલીક કલાકો પોતાની સાથે ફેરવી વન્‍ય જીવ સાથે રમત રમ્‍યાની ઘટના સામે આવતા આ મામલો સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ થાય ઘટનાના રી કન્‍સ્‍ટ્રક્‍શન થાય પરંતુ જિલ્લાનાં વન વિભાગ માટે આ ઘટના અસામાન્‍ય ન ગણાય કેમ કે માતા સાથે મિલાપ કરાવવામાં કોઇ કારણોસર વિભાગને સફળતા મળી નથી તેમજ સેડ્‍યુઅલ વન હેઠળનું માંડ એકાદ મહિનાનું બચ્‍ચુ મોતને શરણે થયેલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

વન વિભાગ સમક્ષ સમગ્ર મામલો આવ્‍યો તેમજ બચ્‍ચાનો કબ્‍જો લેવાયો તેમજ તેનું મૃત્‍યું નિપજયું તે આખી ઘટના ચુપકીદી પુર્વક રાખવામાં આવી હોય તેવું મનાય છે.

સમગ્ર મામલે કોઇ વન્‍ય જીવ નિષ્‍ણાતોને જાણ નથી કરાઇ કે વાઇલ્‍ડ લાઇફ એકટીવિસ્‍ટો ને પણ અજાણ રખાયા છે તે જોતા વિભાગ અને વન્‍ય પ્રેમીઓ વચ્‍ચે સંકલનનો અભાવ જણાય છે તેમજ જંગલ નજીકનાં ગામડાઓમાં જાગૃતિ બાબતે અભાવ હોવાથી સમગ્ર ઘટના બનેલ હોવાનું દેખાય જે અંગે પણ કચવાટ ઉભો થયો છે.

રસ્‍તા ઉપર આવી ચડેલ બાળ દિપડો વિખુટો પડે કાયદાઓ અને જંગલી જીવોથી અજાણᅠ ઇસમો ફોટા વિડીયો તેને તેડીને ઉતારે કેટલીક કલાકો જોડે પણ લઇ જાય અને મીડિયા સહિતનાં લોકો થી ઘટના છુપાવાય તે બાબત તપાસ માંગતી છે.

લોકોને વન્‍ય જીવો સાથે કેમ રહેવું જોઇએ માનવતાનો કેવો અભિગમ રાખવો જોઇએ દરેક અબોલ જીવની મહત્‍વતા અંગે વાકેફ કરવામાં ચુક થઈ કે માત્ર અભિયાનનો કાગળ ફોટા દેખાવ પુરતા રહ્યા તેવા સવાલ વાઇલ્‍ડ લાઇફ પ્રેમીઓ પુછી રહ્યા છે ત્‍યારે આ વિસ્‍તારમાં આવા પ્રાણીઓની અવર જવર છે રોડ ક્રોસ કરતા હોવાનું પણ બને છે ત્‍યારે અવર જવર સમયે અને તે વિસ્‍તારમાં પેટ્રોલીંગ સઘન બનાવાય ભવિષ્‍યમાં આ પ્રકારની ઘટના ન બને તે દિશામાં પગલા લેવાય તેવી માગણી વાઇલ્‍ડ લવર્સ દ્વારા કરવામાં આવી છે.

 

(12:22 pm IST)