Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આટકોટની જુના પીપળીયા પ્રા. શાળાના વિદ્યાર્થીઓને યાયવર પક્ષીનો નજારો જોવા મળ્‍યો

  આટકોટ : ગુજરાતમાં દર વર્ષે યાયાવર પક્ષીઓ શિયાળાની ઋતુમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને દ્વારકા, જામનગર,નળ સરોવર વગેરે જગ્‍યાએ આવી પહોચે છે, આ વર્ષે પણ મોટી સંખ્‍યામાં સાઈબેરીયાથી આવતા કૂંજ પક્ષીઓ જોવા મળ્‍યાં હતાં. હાલ શિયાળો પુરો થવામાં છે ત્‍યારે આ યાયાવર પક્ષીઓ નાના-મોટા ઝુંડમા ફરી પોતાના વતન પરત ફરી રહ્યા છે જેનો અદભૂત નજારો તેના કિલકિલાટ સાથે ખુલ્લા આકાશમા જોવા મળેછે. મંગળવારે જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તાલુકા શાળાના પર્યાવરણ શિક્ષક આશિષભાઈ રામાણી દ્વારા વિદ્યાર્થીઓને ખુલ્લા આકાશમા પાછા ફરતા યાયાવર પક્ષીઓના રમણીય નજારાની જલક જોવાનો આનંદ બાળકોને કરાવ્‍યો. વિસ્‍તળત સમજ સાથે બાળકોના કૂતુહલ પ્રશ્‍નો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.(તસવીર : કરશન બામટા આટકોટ)

(12:13 pm IST)