Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ધોરાજી વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ યુવક સેવા સમિતિ દ્વારા વડીલ વંદના મહોત્‍સવ સાથે ત્રિવિધ સમારોહ યોજાયો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૯ : ધોરાજી વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ યુવક સેવા સમિતિ દ્વારા વડીલ વંદના મહોત્‍સવ સાથે ત્રિવિધ સમારોહ યોજાયો હતો.

ધોરાજી વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ યોગ સેવા સમિતિ દ્વારા યોજાયેલ સમારોહમાં વડીલ વંદના મહોત્‍સવ વિશ્વકર્મા જયંતી તેમજ મહિલા સત્‍સંગ મંડળ દ્વારા રાસોત્‍સવ કાર્યક્રમનો દીપ પ્રાગટય અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્‍યું હતું ત્રિવિધ સમારોહના અધ્‍યક્ષ સ્‍થાનેથી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ એ વિશ્વકર્મા કૌશલ યોજનાની માહીતી આપી હતી તથા પપ્રધાન મંત્રી નરેન્‍દ્ર મોદીનો આભાર માન્‍યો હતો.

જેમાં સમાજ માટે સેવાનું કામ કરનાર ૬૦ થી વધારે ઉંમરના સિનિયર સિટીઝનો જેમાં ભીખાલાલ છગનભાઈ રાઠોડ, ભીખાભાઈ જીવરાજભાઈ ઉમરાણીયા, બાબુભાઈ વલ્લભભાઈ પિત્રોડા, કેશવજીભાઈ સુંદરજીભાઈ દાવડા, અમુભાઈ જીવનભાઈ પરમાર, કાંતિભાઈ ગોકળભાઈ પરમાર, કાંતિભાઈ દેવશીભાઈ સોલંકી, પ્રવીણભાઈ છગનભાઈ રાઠોડ, ભગવાનજીભાઈ જીવરાજભાઈ ઉમરાણીયા, ચંદુભાઈ નરસિંહભાઈ હંસોરા, વિનુભાઈ નાથાભાઈ રાઠોડ, રમેશભાઈ શામજીભાઈ પરમાર, મનસુખભાઈ જીવરાજભાઈ ઉમરાણીયા, મહેશભાઈ પરસોતમભાઈ મારૂ ,૧૪ જેટલા વડીલોનું સાલ ઓઢાળીને વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ યુવક સેવા સમિતિના યુવાનો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ સાથે વડીલોએ છેલ્લા ઘણા વર્ષોથી સમાજની સેવા કરી છે તેમનો ઋણ આદા કરવામાં આવ્‍યું હતું. આ સાથે સમગ્ર ગુજરાતમાં લુહાર સમાજને બક્ષીપંચનો દરજ્જો અપાવનાર અને રાષ્‍ટ્રીય લેવલે ધોરાજીનું નામ રોશન કરનાર અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડનું વિશિષ્ટ સન્‍માન   વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ યુવક સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્‍યું હતું .૨૦૨૨ વિશ્વકર્મા જયંતી મહોત્‍સવના ગત વર્ષના દાતા હિતેશભાઈ ભીખાભાઈ રાઠોડ તેમજ નીતિનભાઈ પ્રવીણભાઈ રાઠોડ નું સેવા કાર્ય બદલ સમાજ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.  દાતા જીતુભાઈ હેમંતભાઈ રાઠોડ ભરતભાઈ હેમંતભાઈ રાઠોડનું પણ સાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતુ તેમજ ત્રિવિધ મહોત્‍સવના દાતા દીપકભાઈ ઉમરાણીયા, જયેશભાઈ ઉમરાણીયા, મેહુલભાઈ પરમાર, જગદીશભાઈ સિધ્‍ધપુરા અશોકભાઈ પરમાર,મનોજભાઈ પરમાર, મયુરભાઈ પરમાર, અશોકભાઈ સોલંકી, સંજયભાઈ દાવડા, રાજુભાઈ ઉમરાણીયા, નીતિનભાઈ ઉમરાણીયા, હિતેશભાઈ પિત્રોડા, હિતેન્‍દ્રભાઈ ઉમરાણીયા  વિગેરે નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સાથે મહિલા મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે વિશ્વકર્મા દાદા નું પૂજન સાથે સત્‍સંગ બાદ રાશોત્‍સવ કાર્યક્રમ યોજેલ હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનો દિવ્‍ય લાભ લીધો હતો.  ત્રિવિધ સમારોહ સફળ બનાવવા બાબતે વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ યુવક સેવા સમિતિના તમામ સભ્‍ય એ જહેમત ઉઠાવી હતી.

(12:10 pm IST)