Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જૂનાગઢ સરકારી વિનયન કોલેજમાં જી-ટવેન્‍ટી સમિટ અન્‍વયે ‘‘રાઉન્‍ડ ધ ટેબલ ચર્ચા''યોજાઈ

જૂનાગઢ : સરકારી વિનયન કૉલેજ, ભેંસાણ દ્વારા ઉચ્‍ચશિક્ષણન કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા સૂચિત G 20 સમિટ વિશે વિદ્યાર્થીઓમાં જાગળતિ લાવવા અર્થે તે અંતર્ગત ROUND TABLE DISCUSSION ON G-20 યોજાઈ હતી. જેમાં ડિજિટલ ઈન્‍ડિયાના  ,ઈ-ગવર્નન્‍સ, બ્રોડબેન્‍ડ હાઇવે, મોબાઈલ બેન્‍કિંગ, યુપીઆઈ, ડિજિટલ લોકર એવા અલગ અલગ ભારત સરકારના ડિજિટલ સેવાઓ અંગેની માહિતી જી ૨૦ના નોડલ ઓફિસર સચિન પીઠડીયા આપી હતી. આ ઉપરાંત પ્રા.ડો.પી.જી.ગુરનાણીએ એગ્રીકલ્‍ચર,એજ્‍યુકેશનમાં ઇ ગવર્નર્સની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં કોલેજના એફ.વાય, એસ.વાય .ટીવાય વિદ્યાર્થીઓએ ડિજિટલ ઇન્‍ડિયા વિશે ચર્ચા કરી ઉત્‍સાહ ભેર જોડાયા હતા  કોલેજના આચાર્ય  ડૉ.યોગેશ કુમાર વિ .પાઠક સરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતુ અને વાઇસ પ્રિન્‍સિપાલ ડોક્‍ટર પ્રોફેસર સરોજબેન નારીગરા દ્વારા Y-20 વિશે  અને ડિજિટલ ઈન્‍ડિયાના  શુ છે? તે વિશે માહિતી આપી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન  G૨૦ નોડલ ઓફીસર એવા આ. સિ. પ્રો.ડૉ.સચિન જે પીઠડીયા દ્વારા કરવામાં આવેલ. સાથો સાથ સમગ્ર કોલેજ અધ્‍યાપકો જોડાયને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:54 am IST)