Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત

સર્વત્ર મિશ્ર ઋતુનો અનુભવઃ રાત્રે-સવારે ઠંડક બાદ આખો દિ' ગરમી

રાજકોટ, તા., ૯: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ઠંડીમાં રાહત યથાવત છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ગરમીની અસર અનુભવાય છે.

મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ સોરઠમાં આજે સવારે ગુલાબી ઠંડીનો ચમકારો રહયો હતો.

ગઇકાલે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી નોંધાયા બાદ આજે પારો નીચે ઉતરીને ૧ર.૯ ડીગ્રીએ સ્‍થિર થયો હતો.

આમ ગુલાબી ઠંડી વધવાની સાથે ગિરનાર પર ૭.૯ ડીગ્રી તાપમાન રહયું હતું.

સવારનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.પ ડીગ્રીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૮૭ ટકા પવનની ગતી ૪ કી.મી. પ્રતિ કલાક રહી છે.

(11:36 am IST)