Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ટંકારામાં વિનામુલ્‍યે નેત્રમણી - નેત્રયજ્ઞ કેમ્‍પ યોજાયો

  ટંકારાઃ સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્‍યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્‍પ દર મહીના ની ૬ તારીખે ટંકારા ગામ ના શ્રી એમડી સોસાયટી હોલ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત વિનામુલ્‍યે કેમ્‍પ યોજાયો હતો. જેમા ૯૯ દર્દીઓએ કેમ્‍પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૨૭ લોકોના નિઃશુલ્‍ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલના ડો. કિરીટભાઈ આચાર્ય સાહેબ, રાજેન્‍દ્રભાઈ ગાવડીય, હેમુભાઈ પરમાર, દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્‍યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામાં સારા સોફ્‌ટ ફોલ્‍ડેબલ લેન્‍સ (નેત્ર મણી) સાથે વિનામુલ્‍યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્‍યવસ્‍થા તથા રહેવા, ચા-પાણી, ટીપા, વગેરે સુવિધા વિનામુલ્‍યે સંસ્‍થા દ્વારા વ્‍યવસ્‍થા કરવામા આવી રહી છે. સફળ બનાવવા માટે ચંદ્રકાંત કટારીયા (ચનાભાઈ), નિલેશભાઈ પટણી,  લાલાભાઇ આચાર્ય, ગીરીશભાઈ ગાંધી, જગદીશભાઈ કુબાવત (જગાભાઈ બાવાજી), ગીતાબેન સરડવા  કુવરજી ભાગ્‍યા તેમજ મનસુખભાઈ બોડા દ્વારા જહેમત ઉઠાવી કેમ્‍પને સફળ બનાવવામાં આવ્‍યો હતો. ૯૯ લોકોએ લાભ લીધો હતો તેમજ ૨૭ લોકોના વિનામુલ્‍યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે. દર મહીના ની ૬ તારીખે આ કેમ્‍પ યોજાશે. કેમ્‍પનો લાભ લેવા માટે એડવાન્‍સ બુકીંગની કોઈ આવશ્‍યકતા નથી. કેમ્‍પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ચંદ્રકાંત કટારીયા( ચનાભાઈ)-૮૦૦૩૨૮૪૪૨, પર સંપર્ક કરવા સંસ્‍થાએ યાદીમાં જણાવ્‍યુ છે.(તસવીર-અહેવાલઃ ભાવિન સેજપાલઃ ટંકારા)

(11:16 am IST)