Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગોંડલના પ્રસિધ્ધ શ્રી તરકોશી હનુમાન મંદિર ખાતે રવિવારે ૧૧મા સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન

આ પ્રસંગે સંતો મહંતો ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે

ગોંડલ ના પ્રસિધ્ધ શ્રી તરકોશી હનુમાન મંદિર ખાતે તા.૧૨ ને  રવિવારનાં રોજ ૧૧મા સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન નુ આયોજન કરાયુ છે.સમુહ લગ્નોત્સવ માં ૧૩ નવદંપતિ પ્રભુતામા પગલા પાડશે.

આ પ્રસંગે સંતો મહંતો ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.તેવુ મહંત રાજુબાપુ અગ્રાવતની યાદી મા જણાવાયુ છે

 

(12:13 pm IST)