Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

કચ્છના ભચાઉમાં મોડી રાત્રે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : લોકોમાં ફફડાટ

ભચાઉથી 24 કિલોમીટર દૂર આંચકાનો કેન્દ્ર બિંદુ નોંધાયો: રાત્રે 09:08 મિનિટે આવ્યો ભુકંપનો આંચકો

ભુજ : આજે ફરી એકવાર મોડી રાત્રે કચ્છની ધરા ધ્રુજી છે. અંદાજે 9 કલાકને 8 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 આંકવામાં આવી છે અને આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગત 11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.

(12:17 am IST)