Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મોરબી જીલ્લા પંચાયતના કર્મચારીની પ્રમાણિકતા, રોકડ-ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ મૂળ માલિકને પરત સોપ્યું.

મોરબી જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેના રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ મળી આવતા કશી લોભ લાલચને વશ થયા વિના પાકીટ મૂળ માલિકને પરત સોપ્યું હતું
મૂળ જોડિયા હાલ મોરબી રહેતા અને મોરબી જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ગોસાઈ મોહિતપરી સુનીલપરીને શનાળા રોડ પરથી પાકીટ મળી આવ્યું હતું જે પાકીટ ચેક કરતા તેમાં રોકડ રકમ અને ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા જેથી મોહિતપરીએ મૂળ માલિકને પાકીટ પરત કરવાનો નિર્ધાર કર્યો હતો અને માહિતી મેળવતા પાકીટ સામાકાંઠે રહેતા સિદ્ધરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલાનું હોય જેથી પાકીટ પરત આપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

(11:06 pm IST)