Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મોરબીના નિવૃત શિક્ષિકાઓએ તમામ બચત કરેલ ૨૭ લાખ રામમંદિર નિર્માણ માટે અર્પણ કર્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૯ :  રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે તેમાં બે સેવા નિવૃત બહેનોએ સાદુ જીવન જીવી કરકસરપૂર્વક બચત કરેલી જીવનની સર્વસ્વ કહી શકાય તેવી મુડી રૂ. ૨૭ લાખનું સમર્પણ કર્યુ. આ સમર્પણને લોકો અંતરથી વધાવી રહ્યા છે.

શનાળા રોડ પરની રામેશ્વર સોસાયટીમાં નિવાસ કરતા નિવૃત શિક્ષિકા મંજુલાબેન સોલંકી તથા નિવૃત નર્સ ભાનુમતીબેન સોલંકીએ પોતાના વ્યવસાયને દિપાવે તેવા ઉતમ ફરજ નિભાવી વિવિધ નાની મોટી સેવા પ્રવૃતિઓ અને ધર્મ ધ્યાન સાથે પોતાના નિવૃત જીવનને પસાર કરી રહ્યા હતા તે દરમિયાન અયોધ્યામાં રામમંદિર નિર્માણની વાત સાંભળતા બંને બહેનોએ કરકસરપૂર્વક સાદુ જીવનની સાથે પોતાની પાસે રહેલા ૨૭ લાખ રૂ. રામમંદિર નિર્માણ માટે આપવાનો સંકલ્પ કર્યો હતો.

 આ વાતને તેમના સંબંધી અને જૂના સહ કર્મચારી કાંતિભાઈ ઠાકરને તથા વિજયભાઇ રાવલને કરતા તેઓએ પણ આ સંકલ્પને  ઉમળકાભેર આવકાર્યો હતો અને પવિત્ર એકાદશી નિમીત્ત્।ે તેઓ દ્વારા આ સંકલ્પને પરીપૂર્ણ કર્યો હતો.

(12:00 pm IST)