Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સાવરકુંડલાના વંડા ગામમાં પીએસઆઈ ચેતના કણસાગરા લાંચરૂપે એર કન્ડીશ્નર લેતા રંગેહાથ ઝડપાયાઃ પહેલા ૭૫૦૦૦ની માંગણી કરી'તી

રાજકોટ, તા. ૯ :. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા

પી.એસ.આઈ. ચેતના મોહનભાઈ કણસાગરા લાંચરૂપે એર કન્ડીશ્નર સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી વિરૂદ્ધ સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૦૬ મુજબનો ગુન્હો દાખલ થયો હતો. તેમાં તેઓની અટક કરવામાં આવી હતી. આ પ્રકરણમાં રીમાન્ડમાં નહી લેવા તથા મુદ્દામાલ કબ્જે નહી કરવા જે તે વખતે રૂ. ૭૫૦૦૦ની લાંચ લેવામાં આવી હતી. હજુ પણ આ કેસમાં તેઓને મદદ કરવા અને ભવિષ્યમાં હેરાનગતિ નહી કરવા માટે ફરીયાદી પાસે લાંચ સ્વરૂપે એર કન્ડીશ્નરની વારંવાર માંગણી કરવામાં આવી હતી.

જે અંગે ફરીયાદીએ એસીબીને જાણ કરતા કવાર્ટર નં. ૧૨, સાવરકુંડલા પોલીસ લાઈન, ટાઉન પોલીસ સ્ટેશનની બાજુમાં પી.એસ.આઈ. ચેતના મોહનભાઈ કણસાગરા એર કન્ડીશ્નર સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ કામગીરી એસીબી રાજકોટના પોલીસ સબ ઈન્સ્પેકટર સી.જે. સુરેજાએ રાજકોટ એસીબીના મદદનિશ નિયામક એચ.પી. દોશીની સુપરવિઝન હેઠળ કરી હતી. (૨-૧૪)

(12:39 pm IST)