Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ભાણવડ કોર્ટમાંથી ફરાર આરોપી ઘરેથી ઝડપાયો

ખંભાળીયા તા. ૯ :.. ગત તા. ૭ ના રોજ કોર્ટમાંથી પ્રોહી. ગુનામાં ઝડપાયેલો આરોપી રામ ઉર્ફે રામકો ખીમાભાઇ કરમુટ રહે. કલ્યાણપુર તા. ભાણવડને દોષીત જાહેર કરવામાં આવ્યા બાદ સજા સંભળાવવાની બાકી હોય તે સમયે કોર્ટમાંથી નાસી છૂટતા પોલીસે તેના કલ્યાણપુરના રહેણાંક મકાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવતા મોડી રાત્રી તેમના ઘરેથી મળી આવતા અટક કરી ભાણવડ પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવેલ છ.ે (પ-ર૬)

(11:44 am IST)